૧૬ કંપનીઓમાં કારોબારને રોકવા માટે કરાયેલ જાહેરાત

917

અગ્રણી સ્ટોક એક્સચેંજ બીએસઇએ હવે મનપસંદ બેવરેજ સહિત ૧૬ કંપનીઓના શેમાં કારોબારને રોકવા માટેની જાહેરાત કરી છે. બીએસઇ દ્વારા ચોથી નવેમ્બરથી આ કંપનીઓના શેરમાં લેવડદેવડને રોકવા માટેની તૈયારી કરાતા કંપનીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. આ કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓએ ત્રિમાસિક નાણાંકીય પરિણામ જાહેર કર્યા નથી. સાથે સાથે કેટલીક કંપનીઓએ અન્ય લિસ્ટિંગ માનદંડની પણ ભારે અવગણના કરી છે. જેના પરિણામ સ્વરૂપે બીએસઇ દ્વારા કઠોર વલણ અપનાવીને હવે ૧૬ કંપનીઓમાં કારોબારને રોકવા માટેની જાહેરાત કરી દીધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અફડાતફડી રહેવાની શક્યતા દેખાઇ રહી છે. મનપસંદ બેવરેજ ઉપરાંત ૧૬ કંપનીઓમાં ૮કે માઇન્સ સોફ્ટવેર, એટલસ સાયકિલ્સ, ડાયોન, ગ્લોબલ સોલ્યુસન્સ, ડાલ્ફિન ઓફ શોર એન્ટરપ્રાઇઝ, હાઇ ગ્રાઉન્ડ એન્ટરપ્રાઇઝ અને જેજે એક્સપોર્ટસ સામેલ છે. દરમિયાન એકપછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આર્થિક મંદીની સ્થિતી હાલમાં પ્રવૃતિ રહી છે. દેશની અર્થવ્યસ્થાને લઇને બે મોટા હેવાલ આવી રહ્યા છે. દેશમાં સપ્ટેમ્બર માસમાં આયાત નિકાસ ડેટા પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ડેટા મુજબ આયાતમાં ૧૩.૮ ટકા અને નિકાસમાં ૬.૫૭ ટકાનો ઘટાડો થયો છે. જો કે આ ગાળા દરમિયાન વેપાર ખાદ્ય ૧૪૯૫ કરોડ ડોલરથી ઘટીને ૧૦૮૬ કરોડ ડોલર થઇ ગઇ છે. સપ્ટેમ્બર મહિનામાં ક્રુડ ઓઇલની આયાત ૧૮.૩૩ ટકા ઘટીને ૧૦૯૯ કરોડ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મેકેન્ડાઇઝ નિકાસનો આંકડો ૬.૫૭ ટકા સુધી ઘટી ગયો છે. સાથે સાથે આ આંકડો ઘટીને ૨૬૦૬ કરોડ સુધી પહોંચી ગયો છે. કુલ આયાત ૧૩.૮૫ ટકા ઘટીને ૩૬૮૯ કરોડ ડોલરની આસપાસ રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં કુલ નિકાસમાં ઘટાડો થયો ચે.

Previous articleફોનથી પીપીએફ સહિતની અન્ય યોજના ઓપરેટ થશે
Next articleરિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી