શેરબજારમાં આજે ઉદાસીન કારોબાર વચ્ચે ધીમી તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૯૩ પોઇન્ટ ઉછળીને ૩૮૫૯૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં ૩.૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે હિરો મોટોના શેરમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ફાઈનાન્સિયલ, એનર્જી અને આઈટી જેવા કાઉન્ટરોમાં લેવાલી જામી હતી. એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. આઈટીસી, એશિયન પેઇન્ટ્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૬ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૨૮૦૦ રહી હતી જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૨૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૯૨૦ રહી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૪૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૪૭૧ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો આઈટીના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. મિડિયા અને રિયાલીટીના શેરમાં તેજી રહી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ એક ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૩૬૧ રહી હતી. આજે કારોબાર વેળા પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ એક ટકાની આસપાસનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૨૧૫૦ રહી હતી. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવેલા તો બજાજ કન્ઝ્યુમરના શેરમાં ૨૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનાના પ્રથમ બે સપ્તાહના ગાળામાં જ ભારતીય મૂડી માર્કેટમાંથી ૬૨૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક મંદીની દહેશત અને ટ્રેડવોરને લઇને ચિંતાની સીધી અસર જોવા મળી રહી છે. પહેલીથી ૧૧મી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૪૯૫૫.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૬૧.૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ પાછી ખેંચી લેવાયેલી રકમનો આંકડો ૬૨૧૭.૧ કરોડનો રહ્યો છે. સ્થાનિક મૂડી માર્કેટમાંથી અગાઉના મહિનામાં જંગી નાણા પરંત ખેંચાયા હતા. બિન ખાદ્યવસ્તુઓની કિંમતમાં ઘટાડાના પરિણામ સ્વરુપે સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ મોંઘવારીનો દર ઘટીને ૦.૩૩ ટકા થઇ ગયો છે. આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. હોલસેલ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ મહિનામાં એ૧.૦૮ ટકા તથા સપ્ટેમ્બર ૨૦૧૮માં ૫.૨૨ ટકા હતો. આંકડાઓના કહેવા મુજબ મેન્યુફેક્ચરિંગમાં હોલસેલ મોંઘવારીનો દર ૦.૧ ટકા રહ્યો છે. ફ્યુઅલ તથા વિજળી ક્ષેત્રમાં મોંઘવારીનો દર ૦.૫ ટકા રહ્યો છે. ફળફળાદી, શાકભાજી, ઘઉં, માંસ તથા દૂધના હોલસેલ મોંઘવારીના દર ૦.૬ ટકા રહ્યો છે. હોલસેલ મોંઘવારીના ઇન્ડેક્સમાં પ્રાથમિક પેદાશોની હિસ્સેદારી ૨૨.૬૨ ટકા રહી છે.