વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ-ભાવનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

1332
bvn1632018-10.jpg

વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘના લોકલાડીલા, વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા જે જો માહુરકર જનરલ સેક્રેટરી (ડબલ્યુઆરએમએસ) તેમજ ઉપાધ્યક્ષ નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વે મેન (એનએફઆઈઆર) ન્યુ દિલ્હીના ૮૪માં જન્મદિવસના ઉપક્રમે તારીખ ૧પ-૩-ર૦૧૮ના રોજ ડીઆરએમ ઓફિસના પ્રાંગણમાં વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ ભાવનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સર ટી. હોસ્પિટલ ભાવનગરના સહયોગથી કરવામાં આવેલ. જેમાં કાર્યકર્તા તેમજ રેલ્વે કર્મચારીઓ દ્વારા ૧૩ર બોટલ રકતદાન કરી ઉત્સાહપૂર્વક ભાગ લઈને કેમ્પને સફળ બનાવેલ.
આ કેમ્પનું ઉદ્દઘાટન ભાવનગર ડીવીઝનના ડીઆરએમ રૂપા શ્રીનિવાસને કરેલ તેમજ એ ડીઆરએમ રાકેશ રાજપુરોહિત, મેડિકલ કોલેજના ડીન ડો.ત્રિપાઠી અને વે.રે.મ. સંઘના વર્કિંગ જનરલ સેક્રેટરી તેમજ સહાયક મહામંત્રી આર.જી. કાબર વગેરે દ્વારા પ્રસંગોપાત ઉદ્દબોધન કરેલ.
આ કેમ્પમાં ડીઆરએમ રૂપા શ્રીનિવાસન, રાજકુમાર સર ડેન (પીઆરસીએલ), હાસોલીયા ડેન (સી), મીના ડેન (ડબલ્યુ) તેમજ અન્ય મહિલા રકતદાતાઓ દ્વારા રક્તદાન કરી રકતદાતાઓનો ઉત્સાહ વધારેલ. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા વે.રે.મ.સંઘ તેમજ સર ટી. હોસ્પિટલની ટીમે ભારે જહેમત ઉઠાવેલ અને આવા ઉત્કૃષ્ટ સમાજ સેવાના કાર્યમાં યોગદાન આપવા બદલ વે.રે.મ. સંઘ દરેક રકતદાતાને શુભેચ્છા પાઠવેલ.

Previous articleS.T. કર્મીઓના ૯પ૦ ડીફોલ્ટ કેસોનો નિકાલ
Next articleઅંબરીશ ડેર, પ્રતાપ દૂધાતનાં સમર્થનમાં વરતેજ પાસે આહિર સમાજે ટાયરો બાળ્યા