તબીબોની બેદરકારીને કારણે ડેન્ગ્યુથી ૯ વર્ષના માસૂમ બાળકનું મોત

414

ગોંડલ મોટી બજાર કંસારા શેરીમાં રહેતા પરિવારનો માસૂમ બાળક ડેન્ગ્યુ તાવની ઝપટમાં આવ્યો હોય રાજકોટ ખાનગી હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ખાનગી હોસ્પિટલના તબીબો વિરુદ્ધ કાનૂની રાહે પગલાં લેવા પરિવારે તજવીજ હાથ ધરી છે.

શહેરની મોટી બજાર કંસારા શેરીમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા સુનિલભાઈ પરમારનો નવ વર્ષનો પુત્ર કેયુર ૬ દિવસ પહેલા ડેન્ગ્યુ તાવની ઝપટમાં આવતા પ્રાથમિક સારવાર ગોંડલ અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ વિરાણી ચોકમાં આવેલ ડિવાઇન પ્લસ ચાઈલ્ડ કેર હોસ્પિટલમાં એડમીટ કરાયો હતો. જ્યાં તબીબોએ ત્રણ દિવસ સારવાર આપ્યા બાદ હાથ ઉચા કરી કેયૂરને અમદાવાદ લઈ જવો પડશે તેવું જણાવી દીધું હતું. બાદમાં કેયુરનું મોત નીપજતા પરિવારમાં શોક ફેલાય જવા પામ્યો હતો.

ઘટના અંગે કેયુરના કાકા એડવોકેટ શરદભાઈ પરમારે જણાવ્યું હતું કે, ડિવાઇન હોસ્પિટલના તબીબોએ ઘોર બેદરકારી દાખવી છે. જેના પરિણામે માસુમ બાળકનું નિધન થયું છે. આ અંગે તેઓ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

Previous articleમાતાએ માનસિક અસ્થિર પુત્ર સાથે ટ્રેન નીચે પડતું મુકી જિંદગી ટૂંકાવી
Next articleકોલેજની છાત્રાઓની પજવણી કરતા ૩ યુવકોના વીડિયો વાયરલ