ગાંધીધામ આંગડીયા લૂંટમાં સાડા નવ લાખ રોકડ સાથે ૪ આરોપીઓ ઝડપાયા

485

ગાંધીધામની ગાંધી માર્કેટમાં બાબુલાલ આંગડીયા પેઢીના સંચાલક પર બે બુકાનીધારીઓએ હુમલો કરીને ૧૧ લાખની લૂંટ ચલાવી લૂંટારું નાસી છૂટ્યા હતા. બે દિવસ પહેલા થયેલી લૂંટનો પાટણ એલસીબી અને રાધનપુર પોલીસે ભેદ ઉકેલીને ૪ આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. પોલીસે સાડા નવ લાખ રોકડ તેમજ આરોપઓની કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

લૂંટના બનાવ બાદ સરહદી રેન્જ ભુજના આઇજીપીના આરોપીઓને પકડવા સૂચના આપી હતી. જેને પગલે પાટણ એસપી અક્ષયરાજની સૂચના અને રાધનપુર ના ડીવાયએસપી એચ કે વાઘેલાના માર્ગદર્શનમાં પાટણ એલસીબીના પીએસાઈ વાય કે ઝાલા સહિતની ટીમ અને રાધનપુર પોલીસની ટીમે આરોપીઓ સામે વોચ રાખી હતી. દરમિયાન લૂંટારુંઓ વારાહી રાધનપુર રોડ પરના કલ્યાણપુરા ગામના પુલ નીચે ભેગા થવાની બાતમીના આધારે વોચમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

જ્યારે બીજાએ બાબુભાઇના માથાના ભાગે મુક્કા મારી તેમજ ગળું દબાવીને બેભાન કરી રૂ.૧૦,૭૨,૬૧૫ અને ઓપો કંપનીનો એક મોબાઇલ રૂ. દસ હજાર તથા અન્ય ડોક્યુમેન્ટ મળી કુલ રૂ.૧૦,૮૨,૬૧૫ના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જેની ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૪૫૨, ૧૧૪ મુજબનો ગુનો નોઁધાયો હતો.

Previous articleઆંતરરાજ્ય ‘ભાતુ’ ગેંગના ૫ શખ્સો ઝડપાયા, ૨૩ ગુના કબૂલ્યા
Next articleસુરત હોટલ મર્ડર કેસનાં આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ