અંબરીશ ડેર, પ્રતાપ દૂધાતનાં સમર્થનમાં વરતેજ પાસે આહિર સમાજે ટાયરો બાળ્યા

925
bvn1632018-9.jpg

આજે સાંજના સમયે સિહોર-ભાવનગર વચ્ચે રંગોલી નજીક આહિર સમાજ રોડ પર ઉતરી આવ્યો હતો. ચક્કાજામ કરીને રોડ બંધ કરી દેવાયો હતો. ટાયરો સળગાવ્યા પણ હતા અને પોલીસ પણ પહોંચી હતી ત્યારે કહી શકાય કે વિધાનસભાની ગઈકાલની ઘટનાના પ્રત્યાઘાતો અહીં પણ પડ્યા છે. અંબરીશ ડેર અને પ્રતાપ દુધાતના સમર્થનમાં આહિર સમાજ રોડ પર ઉતરી આવ્યો છે. 
ગઈકાલે વિધાનસભા ગૃહમાં બનેલી ઘટનાના પડઘા આજે સિહોર નજીકના રંગોલી ચોકડી પાસે હાઈવે પર પડ્યા હોય તેમ સાંજે છ કલાકે ધારાસભ્ય અંબરીશ ડેર અને પ્રતાપ દુધાતના સમર્થનમાં આહિર સમાજ દ્વારા હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર વિરૂધ્ધમાં નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધુ હતું તેમજ રોડ ચક્કાજામ કરી દીધો હતો. 
વાહનોની કતારો લાગી હતી. હાઈવે પર ટ્રાફિકજામ હતો રોડ પર ટાયરો પણ સળગાવ્યા હતા. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

Previous articleવેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ-ભાવનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Next articleચેમ્બર પ્રમુખ તરીકે સુનિલ વડોદરીયાની વરણી