૪૦ દિવસમાં મનપામાં ડેન્ગ્યુના ૨૭૪ અને કોંગ્રેસના સરપ્રાઇઝ ચેકિંગમાં ૬૧૫ કેસ નોંધાયા

358

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા ડેન્ગ્યુના આંકાડ છૂપાવી રહી હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. મનપાના આંકડા મુજબ છેલ્લા ૪૦ દિવસમાં ૨૭૪ કેસ નોંધાયા છે. જ્યારે કોંગ્રેસના સરપ્રાઇઝ ચેકિંગમાં છેલ્લા ૧૫ દિવસમાં ૬૧૫ કેસ નોંધાયા છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી આ આંકડા જાહેર કર્યા છે. મનપામાં ૧૩ હોસ્પિટલના આંકડા જોઈએ તો ૧૫ દિવસમાં ૬૧૫ કેસ ડેન્ગ્યુના સામે આવ્યા છે. રાજકોટ મનપામાં ખાનગી હોસ્પિટલ ૧૭૨૬ નોંધાયેલી છે. આંકડા છૂપાવનાર કર્મચારી અને અધિકારીને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગ છે. રાજકોટમાં ડેન્ગ્યુથી ૧૫ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.

કોંગ્રેસ બાદ મેયર બીનાબેન આચાર્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૩૪૧ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. કોંગ્રેસે ખોટા આંકડા જાહેર કર્યા છે. આરોગ્ય વિભારે હંમેશા રોગચાળાના સાચા આંકડા જાહેર કર્યા છે. સૌથી વધુ સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. લોકોમાં ગેરસમજ ઉભી કરવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે રાજકોટ આવ્યા છે. તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વધતા રોગચાળાને કાબૂમાં કરવા તંત્રની કામગીરી ચકાસવા આવી રહી છે. ડેન્ગ્યુના વધતા કેસોને લઇને સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી હતી.

Previous articleબે માથા સાથે જન્મેલી બાળકીની સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી
Next articleઔષધીય વનસ્પતિ ઉત્પાદનના ખરીદ-વેચાણને વેગ આપવાના હેતુસર કાર્યશાળા યોજાઇ