ઔષધીય વનસ્પતિ ઉત્પાદનના ખરીદ-વેચાણને વેગ આપવાના હેતુસર કાર્યશાળા યોજાઇ

559

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, કૃષિ નિયામક તેમજ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે તા.૧૬/૧૦/૨૦૧૯ના રોજ ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે ઔષધીય વનસ્પતિ ઉત્પાદનના ખરીદ-વેચાણને સુગમ બનાવવાના હેતુસર એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનઓ અને સચિવઓએ ભાગ લીધો હતો.

આ કાર્યશાળામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ડૉ. જગદીશ પ્રસાદ, શ્રી વાય. એ. બલોચ, નિયામકશ્રી, કૃષિ બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ભાવનાબેન પટેલ, નિયામક (આયુષ), જમનભાઇ માલવીયા, પ્રમુખ ય્છછસ્છ તથા ઔષધીય વનસ્પતિની ખેતી, મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાના નિષ્ણાંતો નિવૃત્ત અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. એ. કે. વાર્ષ્ણેય, નિવૃત્ત અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ. એન. ત્યાગી, નિવૃત્ત પ્રોફેસર અને રીસર્ચ સાઈન્ટીસ્ટ ડૉ. શ્રીરામ સહિતના વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યશાળામાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સીપલ સાયન્ટીફીક ઓફિસર ડૉ. સંજીવ આચાર્ય તથા ગ્રામિણ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. દિપક ચૌધરીએ માર્ગદર્શકરૂપ પ્રેઝન્ટેશન રજુ કર્યા હતાં.

આ કાર્યશાળામાં ઔષધીય વનસ્પતિની ખેતી, મૂલ્યવર્ધન તથા બજાર વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ માટે તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યશાળા એક તરફ ઔષધીય વનસ્પતિ ઉછેરનાર ખેડૂતોની આજીવિકાવર્ધન અને બીજી તરફ ગુજરાતમાં આવેલ આયુર્વેદિક ફાર્મસીઓને ગુણવત્તા સભર ઔષધીય વનસ્પતિનો કાચો માલ પૂરો પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.

Previous article૪૦ દિવસમાં મનપામાં ડેન્ગ્યુના ૨૭૪ અને કોંગ્રેસના સરપ્રાઇઝ ચેકિંગમાં ૬૧૫ કેસ નોંધાયા
Next articleવિપક્ષને એક ભારત નહી, વિભાજિત ભારત જોઈએ છે : પીએમ નરેન્દ્ર મોદી