સુરત હોટલ મર્ડર કેસનાં આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ

600

વલસાડના મોગરાવાડી રોડ પર આવેલા સ્ટર્લિંગ એપાર્ટમેન્ટમાં રહેતી ૨૬ વર્ષની ભાવના દિનેશ મોર્યા અને તેના ઘર નજીક રહેતા શિવકિશોર શિવકિરણ શાસન (મૂળ રહે. પંજાબ) વચ્ચે ૧૦ વર્ષની પ્રેમસંબંધ હતો. છેલ્લીવાર મળવા બોલાવી શિવકિશોર ભાવનાને ડુમસમાં આવેલી રવિરાજ હોટલની રૂમ નં. ૧માં લઈ ગયો હતો. ૧૦-૧૫ની રૂમમાં શિવકિશોરે ભાવના સાથે એક બીજાનું ગળું દબાવવાની રમત રમી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને પછી એકાએક જ તેનું ગળું દબાવી દીધું હતું. ભાવના એકદમ જ હેબતાઈ ગઈ અને કશું બોલી શકી ન હતી. ભાવના બેભાન થઈ જતાં નગ્ન અવસ્થામાં જ શિવકિશોર તેને ઉંચકીને બાથરૂમમાં લઈ ગયો અને પછી પોતાની બેગમાંથી પેટ્રોલ કાઢીને તેના પર છાંટી દીધું હતું. બંધ રૂમમાં લાગેલી આગના કારણે ધુમાડો વધુ થઈ જતાં હોટલના વેઇટર દોડી આવ્યા હતા. વેઇટર નજમુદ્દીન સૈફુદ્દીન બુરહાનપુરવાલા (રહે. પહેલા માળે, મોહમદ મંજિલ, રૂદરપુરા)એ મેનેજરની મદદથી શિવકિશોરને દબોચી લીધો અને બીજા રૂમમાં પૂરી દીધો હતો. હોટલમાંથી તરત જ પોલીસને જાણ કરવામાં આવતા ડુમસના ઇન્ચાર્જ પીએસઆઈ એસ. ડી. સાળુંકે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ડીસીપી એસ. કે. દવે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે શિવકિશોર સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Previous articleગાંધીધામ આંગડીયા લૂંટમાં સાડા નવ લાખ રોકડ સાથે ૪ આરોપીઓ ઝડપાયા
Next articleફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગની તવાઈ, ૧૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ