વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાના મુદ્દા પર વિપક્ષી દળોને જોરદાર સંભળાવ્યું. પીએમ મોદીએ એ નેતાઓની જોરદાર આલોચના કરી જે એ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રની ચૂંટણીનો કલમ ૩૭૦ સાથે શું સંબંધ છે. એવા નેતાઓના વિચાર પર પ્રશ્ન ઉઠાવતા પીએમ મોદીએ કડક શબ્દોમાં તેમણે ડૂબી મરવાની વાત કહી દીધી.પીએમ મોદીએ કહ્યું કે ‘રાજકારણના સ્વાર્થમાં ડૂબી ગયેલા લોકો, પરિવારના કલ્યાણમાં ખોવાઇ ગયેલા લોકો કહેવાની હિંમત કરે છે કે મહારાષ્ટ્રનું કાશ્મીરમાં શું લેવા-દેવા? હું હેરાન છું કે છત્રપતિ શિવાજીની ધરતી પર આજકાલ રાજકીય સ્વાર્થના લીધે એવા અવાજો ઉઠાવામાં આવી રહ્યા છે અને તેમની બેશરમી તો જુઓ તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રની ચૂંટણીથી કલમ ૩૭૦ને શું લેવા દેવા? મહારાષ્ટ્રનો જમ્મુ-કાશ્મીરનો શું સંબંધ?’આવા નિવેદનોની આલોચના કરતાં પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના કેટલાંય જવાન કાશ્મીર જાય છે, પોતાની શહાદત આપે છે, એવામાં કાશ્મીરથી મહારાષ્ટ્રનો સંબંધ પૂછનારાઓને પોતાની વિચારસરણી અને નિવેદનો પર શરમ આવવી જોઇએ.
આવા જ નેતાઓના નિવેદનોની આલોચના કરતા પીએમ મોદીએ કહ્યું ડૂબી મરો, ડૂબી મરો,ડૂબી મરો.
આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતા કોંગ્રેસ અને એનસીપી સતત કહી રહ્યા છે કે ભાજપ અને મોદી સરકાર ૩૭૦નો ઉલ્લેખ કરીને અસલ મુદ્દાઓથી પ્રજાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. મંગળવારના રોજ જ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ હતુ કે ભાજપની પાસે દરેક મુદ્દા અને દરેક પ્રશ્નના જવાબ બસ કલમ ૩૭૦ છે.
કલમ ૩૭૦ સિવાય પીએમ મોદીએ કોંગ્રેસ પર વીર સાવરકર અને બાબા સાહેબ આંબેડકરના અપમાનનો પણ આરોપ મૂકયો. પીએમ મોદીએ કહ્યું કે આ વીર સારવકરના જ સંસ્કાર છે જે રાષ્ટ્રવાદને આપણા રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યા છે. જ્યારે બીજીબાજુ એવું લાગે છે કે જેમણે બાબા આંબેડકરનું ડગલેને પગલે અપમાન કર્યું અને તેમને ભારત રત્નથી વંચિત રાખવામાં આવ્યા છે. આ એ લોકો છે જે વીર સાવરકરને પણ ગાળો આપે છે, તેમનું અપમાન કરે છે.