સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વર્ષ-ર૦૧૮-ર૦ની દ્વીવાર્ષિક મુદ્દત માટે પ્રમુખ, ઉપપ્રમુખ તથા મેનેજીંગ કમ૭ીના ૩૦ સભ્યોની યોજવામાં આવેલ. ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખ તથા મેનેજીંગ કમિટીના ૩૦ સભ્યો બિનહરીફ ચૂંટાયેલ છે. જેમાં પ્રમુખ તરીકે સુનિલભાઈ વડોદરીયાની વરણી થયેલ છે. તેઓ વર્ષોથી ટેક્ષટાઈલના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. ર૦૦૮થી ચેમ્બરના દરેક કામમાં સક્રિય રીતે સંકળાયેલ છે. આ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એક્ઝીક્યુટીવ કમિટી તથા ટેક્ષટાઈલ કમિટીમાં મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ શહેરની અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
જ્યારે ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ કમાણીની વરણી થયેલ છે. જેઓ વર્ષોથી પ્લાસ્ટીક ઉદ્યોગમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત વર્ષોથી ચેમ્બરના દરેક કામમાં સક્રિય રીતે સંકળાયેલા છે અને માનદ્ કોષાધ્યક્ષ તથા માનદ્મંત્રી તરીકે ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે. આ ઉપરાંત વર્ષોથી ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના માનદ મંત્રી તરીકે સેવા આપી રહેલ છે અને તાજેતરમાં જ ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ પદે બિનહરીફ વરાયેલ છે. આ ઉપરાંત ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના કારોબારી સભ્ય તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની જીઆઈડીસી કમિટીમાં મેમ્બર તરીકે કાર્યરત છે.
જ્યારે મેનેજીંગ કમિટીની ચૂંટણી દ્વારા ભરવાની થતી ૩૦ બેઠકો માટે રજૂ થયેલા ૩૪ ઉમેદવારી પૈકી કુલ ૦૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્વૈચ્છિક રીતે પાછી ખેંચતા આજરોજ મેનેજીંગ કમિટીના ૩૦ સભ્યો બિનહરીફ ચૂંટાયાની જાહેરાત ચૂંટણી અધિકારી માધવભાઈ માણીયાએ કરી હતી.
૩૦ બિનહરીફ કારોબારી સભ્યો
અનિલભાઈ એસ. યાદવ
અશોકભાઈ બી. કોટડીયા
ભરતભાઈ પી. ગાંધી
ભુપતરાય વી. વ્યાસ
જગદિશભાઈ ડી. ઠક્કર
દિલીપભાઈ રતીલાલ શાહ
કેતનભાઈ એચ. મહેતા
કિરીટભાઈ એમ. સોની
મહેન્દ્રભાઈ બી. શાહ
મુકેશભાઈ મકાતી
નીલેશભાઈ નાણાવટી
રમેશચંદ્ર સોની
રોહિતકુમાર સી. શાહ
વિરેનકુમાર બી. મહેતા
વિઠ્ઠલભાઈ ખોડાભાઈ મેંદપરા
અરવિંદભાઈ એલ. ઠક્કર
બૈજુભાઈ એસ. મહેતા
ભરતસિંહ વી. કોટીલા
ચેતનભાઈ એચ. કામદાર
જીતેન્દ્રકુમાર એમ. પટેલ
હિતેશભાઈ રાજ્યગુરૂ
કેયુરભાઈ એસ. ભટ્ટ
કિશોરભાઈ નગીનદાસ ભાયાણી
મનિષભાઈ એન. વ્યાસ
નલીનકુમાર આર. વોરા
નીલેશ ઘનશ્યામલાલ પારેખ
રશ્મીભાઈ એન. વોરા
તેજસભાઈ કે. શેઠ
વિશ્વાસભાઈ એ. શાહ
યોગેશભાઈ આર. મહેતા