રાજ્યમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.જરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે ૨૦૨૦ની બોર્ડની પરીક્ષા માટે ૮૦/૨૦ની પદ્ધતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા ૮૦ ગુણની રહેશે, જ્યારે આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ શાળા કક્ષાએથી આપવાના રહેશે.પરીક્ષા સચિવે એક પરિપત્ર જાહેર કરી તમામ શાળાના આચાર્યોને જાણ કરવા સૂચના આપી છે. મહત્વનું છે કે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ઓએમઆર પદ્ધતિ રદ કરી નવી પરીક્ષા પદ્ધતિની જાહેરાત કરાઈ હતી. જે અંગે હાલ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને શાળાઓને આચાર્યોને અને પરીક્ષાર્થીઓને નવી પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાશે તે અંગે અવગત કરાવવા આદેશ કરાયો છે.ધો.૧૦ બોર્ડની ૨૦૧૯ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને કોર્સ જૂનો પણ નવી પેપર સ્ટાઈલથી પરીક્ષા આપવી પડશે. શિક્ષણ બોર્ડ દ્વારા પેપર સ્ટાઈલ બદલી નાખવામાં આવી છે. જેની સ્કૂલે નહીં જતા રિપિટર વિદ્યાર્થીઓને જાણ ન હોય તે સ્વભાવિક છે.
આ વર્ષે ધો.૧૦ના રિપિટર વિદ્યાર્થીઓને ૫૦ માર્કના એમસીક્યુ પ્રશ્નો નહીં મળે. સીધું ૮૦ માર્કનું પેપર મળશે.