મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન નીચે આવતા લોયંગા ગામે ગામ પંચાયત ના સરપંચ મંગાભાઈ બાલધીયા અને ગામ પંચાયત ની ટીમ અને ધુધાભાઈ ઢાપા વલ્લભભાઈ ટાપણીયા. વિનોદભાઈ બારૈયા સહીત ના આગેવાન અને ગામના તમામ સમાજ ના લોકો દ્વારા દારુ ના ચાલતા અડા પર બંધ કરવામાં ચેતવણી આપી હતી અને જનતા રેડ કરવામાં આવી હતી મોડી રાત્રે ગામના લોકો ની બહોળી સંખ્યામાં મીટિંગ મળી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગામમાં દારુ નાબુદ કરવા માંગ કરી હતી આવતી કાલે બગદાણા પોલીસ સ્ટેશન મહુવા ડીવાયએસપી અને અન્ય જગ્યાએ આવેદનપત્ર આપી લોયંગા ગામે દારુ સંતદર બંધ કરવામાં. ચેતવણી આપવામાં આવશે જનતા રેડ થી ગામના મહિલા ઓ ખુશખુશાલ થઈ ગઈ છે અને ગામ પંચાયત ના સરપંચ મંગાભાઈ બાલધીયા ના જણાવ્યા મુજબ આ ઝુંબેશ ચાલુ જ રહેશે અને દરોજ જનતા રેડ કરી દારુ ના ચાલતા અડા ઓ અને વેચાણ કરતા હોઈ તેવા લોકો ને બંધ કરવામાં આવશે અને જ્યાં પણ રજૂઆત કરવી પડશે તયા રજૂઆત અને ગામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે અન્ય ગામડા મા પણ આમાથી બોધપાઠ લેવા જણાવ્યું હતું.