મ્હે. ડી.આઇ.જી.પી.અશોકકુમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર જીલ્લામાં, ચોરી, ઘરફોડ તથા વાહનચોરીના બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધી કાઢવા માટે સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સા. અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સા, નાઓના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ કે.એમ.રાવલ સા. અને ડી.સ્ટાફના એ.એસ.આઇ પી.પી.રાણા તથા હેડ કોન્સ ડી.કે.ચૌહાણ, પી.ડી.ગોહીલ તથા પો.કો હિરેનભાઇ સોલકી, કુલદીપસિંહ સરવૈયા, અતુલભાઇ ચુડાસમા, મહીપાલસિહ ગોહીલ, નારણભાઇ કરમટીયા તથા વુ.પો.કો નીલમબેન વીરડીયા વિગેરેનાઓ પો.સ્ટે વિસ્તારમાં વાહન ચેકીગમાં હતા દરમ્યાન બોરતળાવ બાલવાટીકા પાસે એક ઇસમ હોન્ડા સ્પલેન્ડર મો.સા. લઇ જતો હોય જે શંકાસ્પદ જણાતા તેને ઉભો રાખી રસ્તે જણા બે રાહદારી પંચો બોલાવી પંચો રૂબરૂ મો.સા ચાલકનું નામ -સરનામુ પુછતા પોતે પોતાનુ નામ રમેશભાઇ બલુભાઇ ધોળકીયા ઉવ. ૨૧ ધંધો- મજુરી રહે .માર્કેટીગયાર્ડ મધ્યાહન ભોજનની બાજુમા ઝુપડામાં મુળ ગામ દેવળીયા તા.ઉમરાળા ભાવનગરવાળો હોવાનું જણાવેલ મજકુર પાસેની હોન્ડા મો.સા.ના રજી નંબર જોતા પાછળ જીજે -૪ એમ – ૫૧૨૩ તથા મો.સાન આગળ રજી નં જોતા જીજે -૪ આરએમ -૫૧૨૩ લખેલ જોતા બન્ને નંબર અલગ અલગ જોવામાં આવતા તથા કાળા કલરનું હોવાનું જણાય આવેલ જેથી પોકોટ કોપ એપ્લીકેશન માં ઉપરોકત એન્જીનં તથા ચેસીસ નં આધારે સર્ચ કરતા પોકેટ એપ મા રજીનં જીજે ૦૪ બીબી ૫૦૨૬ આવેલાનુ જણાતા જે ખરાઇ કરતા જેથી આ ઇસમ પાસે હોન્ડા સ્પેલન્ડર મો.સાના કાગળો આધાર માંગતા નહી હોવાનું જણવેલ જેથી આ હોન્ડા મો.સા ચોરીથી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા હોન્ડા મો.સા.ની કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી પંચનામુ કલાક ૧૮/૩૦ થી કલાક ૧૯/૦૦ સુધીનું કરી સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને મજકુરને કલાક ૧૯/૦૦ વાગ્યે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ ઘોરણસર અટક કરેલ છે. તેમજ આ મો.સા બાબતે પુછતા મજકુર આરોપી સદરહુ મો.સા આજથી દોઢેક વર્ષ પહેલા ખોડીયાર મંદીર રાજપરાથી ચોરેલાની કબુલાત આપેલ છે
ભાવનગર બોરતળાવ બાલવાટીકા પાસે કલાક ૨૦/૦૦ વાગ્યે એક ઇસમ હોન્ડા સ્પલેન્ડર મો.સા. લઇ જતો હોય જે શંકાસ્પદ જણાતા તેને ઉભો રાખી રસ્તે જણા બે રાહદારી પંચો બોલાવી પંચો રૂબરૂ મો.સા ચાલકનું નામ -સરનામુ પુછતા પોતે પોતાનુ નામ મહેશભાઇ ભીમજીભાઇ મકવાણા ઉવ. ૨૪ ધંધો- હીરા ધસવાનો રહે ચિત્રા રજવાડી પાન સેન્ટરનિ સામે બહુચરમાના ચોક પાસે ભાવનગરવાળો હોવાનું જણાવેલ મજકુર પાસેની હોન્ડા સપલેન્ડર મો.સા.ના રજી નંબર જોતા પાછળ નંબર પ્લેટ ન હોય સીલ્વર કલરનુ હોવાનું જણાય આવેલ જેથી પોકોટ કોપ એપ્લીકેશન માં ઉપરોકત એન્જીનં તથા ચેસીસ નં આધારે સર્ચ કરતા પોકેટ એપ મા રજીનં જીજે ૦૪ સીઈ ૦૪૨૭ આવેલાનુ જણાતા જે ખરાઇ કરતા જેથી આ ઇસમ પાસે હોન્ડા સ્પેલન્ડર મો.સાના કાગળો આધાર માંગતા નહી હોવાનું જણવેલ જેથી આ હોન્ડા મો.સા ચોરીથી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા હોન્ડા મો.સા.ની કિ.રૂ. ૨૫,૦૦૦/- ગણી પંચનામુ કલાક ૨૦/૦૦ થી કલાક ૨૦/૩૦ સુધીનું કરી સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને મજકુરને કલાક ૨૦/૩૦ વાગ્યે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ ઘોરણસર અટક કરેલ છે. તેમજ સદરહુ મો.સા બાબતે પુછપરછ કરતા પોતે આ મો.સા આજથી સાડા ત્રણ વર્ષ પહેલા ગધેડીયા ગ્રાઉન્ડ માંથી આંનદ મેળા માથીચોરાયેલા ની કબુલાત આપેલ છે