ધંધુકાના ફેદરા પાસે ST બસ – મોટર સાયકલ વચ્ચે અકસ્માતમાં બેના મોત

2246

ધંધુકા તાલુકાના ફેદરા ગામ પાસે સરકારી એસ.ટી.બસ અને બુલેટ મોટર સાયકલ વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા-પુત્રના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નીપજ્ય હતા આ બનાવની જાણ થતા જ ફેદરા ઇમરજન્સી ૧૦૮ ના ઈ.એમટી.મુકેશભાઈ મકવાણા,પાયલોટ અશરફભાઈ પઠાણ સહીત ધંધુકા પોલીસ મથકના વી.ડી.ધોરડા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કરુણાંતિકા ગોજારા અકસ્માત અંગે મળતી વિગત અનુસાર ધંધુકા-બગોદરા હાઇવે ઉપર આવેલ ફેદરા ગામના સી.એન.જી.પંપ પાસે તા.૧૬/૧૦/૨૦૧૯ ના રોજ સવારના ૬.૦૦ વાગ્યાના સુમારે કૃષ્ણનગર-પાલીતાણા-સાવરકુંડલા રૂટની સરકારી એસ.ટી.બસ નંબર :- જી.જે.૧૮.ઝેડ.૫૦૬૧ તેમજ બુલેટ મોટર સાયકલ નંબર :- જી.જે.૨૭.સી.જે.૧૭૭૦ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પિતા-પુત્રના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નીપજ્યા હતા આ બનાવ અંગેની જાણ ફેદરા ઇમરજન્સી ૧૦૮ તેમજ ધંધુકા પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ગોઝારો અકસ્માતમાં મૃત્યુ પામેલ બંનેનું પી.એમ.ધંધુકા રેફરલ હોસ્પીટલ ખાતે કરાવવામાં આવ્યું હતું.

આ બનાવ અંગે ધંધુકા પોલીસ મથકમાં એસ.ટી.બસના ફરાર ચાલક વિરુધ્ધ આઈ.પી.સી.૨૭૯,૩૦૪(અ) એમ.વી.એક્ટ-૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ વી.ડી.ધોરડા (પી.એસ.આઈ.)ધંધુકા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લખનીય વિગત અનુસાર પિતા-પુત્ર અમદાવાદથી પાનેલીયા,તા.ખાંભા મુકામે પોતાના વતનમાં બુલેટ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યાં ધંધુકાના ફેદરા ગામના સી.એન.જી.પંપ પાસે કૃષ્ણનગર-સાવરકુંડલા એસ.ટી.બસના ચાલક દ્વારા બુલેટ મોટર સાયકલને ટક્કર મારી અડફેટે લેતા મોટર સાયકલ રોડ ઉપર પછડાતા માથામાં પહેરેલા હેલ્મેટના પણ કુચ્ચા બોલી ગયા હતા અને રમણીકભાઈ પાનેલીયા તેમજ હાર્દિકભાઈ પાનેલીયાના ઘટના સ્થળે પ્રાણ પંખેરા ઉડી ગયા હતા.

આ બનાવ અંગેની જાણ વાયુવેગે પ્રસરી જતા સગા-સબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પીટલ હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા જે બનાવને પગલે પીપળવા ગામમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

Previous articleમહિલા બાગમાં ગેસ કટીંગની કામગીરી દરમ્યાન આગ્
Next articleહવે થેરોન, કિડમન તેમજ માર્ગોટ એક સાથે દેખાશે