હોલીવુડના ચાહકો માટે સારા સમાચાર છે. મળેલી માહિતી મુજબ ચાર્લીઝ થેરોન, નિકોલ કિડમેન અને માર્ગોટ રોબી ફોક્સ ન્યુઝની મહિલાની રિયલ લાઈફ સ્ટોરી બોમસેલમાં જોવા મળશે જેના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો જાતિય સતામણીના નેટવર્ક ચેરમેન અને સીઈઓ રોજર એલાઇસ દ્વારા કરવામાં આવ્યા હતા. ચાર્લીઝ થેરોને કહ્યું છે કે, આ યાદગાર ફિલ્મમાં કામ કરવાને લઇને અમે તમામ ખુબ જ ઉત્સાહિત છીએ. એકબીજા સાથે સંબંધોમાં માનનાર માટે પણ આ પટકથા ખુબ જોરદાર રહેનાર છે. બાવન વર્ષીય કિડમેન ગ્રેટચેઇનના પાત્રમાં દેખાશે જ્યારે ચાર્લીઝ થેરોન કેલીના પાત્રમાં દેખાશે જ્યારે માર્ગોટ પોસપીસીલના રોલમાં દેખાશે. નિકોલ કિડમને ફિલ્મના સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે, ચાર્લીઝ થેરોન આ ફિલ્મમાં કામ કરી રહી છે તેનાથી અમે રોમાંચિત છીએ. ચાર્લીઝ થેરોન હોલીવુડના સૌથી મોટા એવોર્ડ ઓસ્કાર પણ જીતી ચુકી છે. નિકોલનું કહેવું છે કે, ફોક્સ ન્યુઝની મહિલાની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ પર ટૂંક સમયમાં જ કામ શરૂ થશે. હોલીવુડની ત્રણ ટોપ સ્ટાર એક સાથે આ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે જેને લઇને ચાહકો રોમાંચિત છે. નિકોલ કિડમન અને ચાર્લીઝ થેરોન વિતેલા વર્ષોમાં પણ અનેક યાદગાર ફિલ્મોમાં ભૂમિકા ભજવી ચુકી છે. ચાર્લીઝ થેરોનની યાદગાર ફિલ્મોમાં પોઇઝન આઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ એકમાત્ર એવી આફ્રિકી સ્ટાર તરીકે રહી છે જે ઓસ્કાર એવોર્ડ જીતી શકી છે. ચાર્લીઝ થેરોનના સંદર્ભમાં માહિતી મળ્યા બાદથી બોમસેલ ફિલ્મને લઇને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મની રજૂઆતના સંદર્ભમાં વિગત જાહેર કરાઈ નથી.