દરેક ઇન્ડસ્ટ્રીમાં મી ટુને લઇ વ્યાપક ભય છે : કૃતિ સનુન

442

હિરોપંતી ફિલ્મ સાથે બોલીવુડ કેરિયરની શરૂઆત કરનાર કૃતિ  સનુન બોલીવુડમાં એક આશાસ્પદ અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે અનેક ફિલ્મો હાથમાં રહેલી છે જેમાં હાઉસફુલ ફિલ્મનો સમાવેશ થાય છે. હાલમાં તેની ફિલ્મો લુકાછુપીને સફળતા મળી હતી. આ ઉપરાંત બરેલી કી બરફીમાં પણ તેની યાદગાર ભૂમિકા હતી. અન્ય જે ફિલ્મો છે તેમાં હાઉસફુલ સિરિઝની ફિલ્મનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર સાથેની ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. મીટુના સંદર્ભમાં વાત કરતા તેનું કહેવું છે કે, દરેક ઇન્ડસ્ટ્રીમાં મી ટુની સ્થિતિ રહેલી છે. ગયા વર્ષે આને લઇને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. હિરોપંતી ફિલ્મ સાથે કેરિયરની શરૂઆત કર્યા બાદથી તે અક્ષય કુમાર સાથે હવે કામ કરી રહી છે. આ પહેલા તેની અર્જુન પટિયાલા, લુકાછુપી, કલંક જેવી ફિલ્મો આવી હતી. લુકાછુપી સાથે ૨૦૧૯ની શરૂઆત કરનાર કૃતિ માને છે કે, દિવાળી પર તેની રજૂ થનારી ફિલ્મ હાઉસફુલ-૪ તમામ લોકોને ગમી જશે જ્યારે આ વર્ષના અંતમાં તેની જે ફિલ્મ રજૂ થનાર છે તેમાં આશુતોષ ગોવારિકરની પિરિયડ ડ્રામા ફિલ્મ પાનીપતનો સમાવેશ થાય છે. તેનું કહેવું છે કે, બોલીવુડમાં કુશળ અભિનેતાઓ મોટા પ્રમાણમાં છે. અક્ષય કુમાર સાથે તેના મ્યુઝિક વિડિયો ડેબ્યુમાં તેની બહેન નુપુર પણ કામ કરી રહી છે. ફિલ્મો હવે મહિલાલક્ષી બનવા લાગી છે જેને લઇને ખુશી વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે, ફરાહ ખાન એક નવી ફિલ્મ બનાવવા જઈ રહી છે જેમાં ઋત્વિક રોશનને લેવાનો નિર્ણય કરાયો છે. આ ફિલ્મમાં તેને રોલ મળી શકે છે. જો કે, હજુ સુધી અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. જો કે, તે આશાવાદી છે.

Previous articleહવે થેરોન, કિડમન તેમજ માર્ગોટ એક સાથે દેખાશે
Next articleકેટવુમન તરીકે ક્રાવિત્જની પસંદગી કરાઈ : અહેવાલ