અભિનેત્રી જોઈ ક્રાવિત્જ આગામી ફિલ્મમાં રોબિન પેટિન્સનની સાથે ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મમાં રોબિન પેટિન્સને બેટમેન-બ્રુસવાયનેના રોલમાં નજરે પડશે. વિતેલા વર્ષોમાં પેટિન્સને પણ અનેક મોટી ભૂમિકાઓ અદા કરી છે. ફિલ્મમાં અન્ય સુપર સ્ટાર કલાકારો પણ કામ કરનાર છે. બેટમેન ફિલ્મના અનેક સુપરસ્ટાર અભિનેત્રી અને અભિનેતાઓ કામ કરી ચુક્યા છે. મોટા પડદા પર વાત કરવામાં આવે તો કેટવુમન તરીકેની ભૂમિકામાં ક્રાવિત્જની પસંદગી કરવામાં આવી છે. અગાઉ આ ભૂમિકામાં હેલબેરી, પાઈફર, હેટવે દ્વારા અદા કરવામાં આવી ચુકી છે. કાસ્ટિંગના સંદર્ભમાં જાહેરાત કરવામાં આવ્યા બાદથી જોઇના સગાસંબંધીઓનું કહેવું છે કે, લાંબા સમય બાદ કેટવુમન ,તરીકે તેની પસંદગી મોટા સમાચાર છે. અમને આના પર ગર્વ છે. બીજી બાજુ રોબર્ટ પેટિન્સનના સંદર્ભમાં જણાવવામાં આવી રહ્યું છે કે, તે હાલમાં પ્રમાણમાં ઓછી ફિલ્મો કરી રહ્યો છે. પ્રેમ સંબંધોમાં ઘણા સમય સુધી રહ્યા બાદ તે ફિલ્મોથી દૂર રહ્યો હતો. બીજી બાજુ રિહન્ના પણ ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે જેને ટૂંકા રોલ માટે લેવામાં આવનાર છે. ફોર્બ્સના કહેવા મુજબ ફિલ્મમાં ઘણા બધા વિલનને સામેલ કરવામાં આવશે. ફિલ્મમાં રોબિન નામના એક પાત્રની પસંદગી પણ કરવામાં આવી રહી છે. રિહન્નાને પણ ફિલ્મમાં વિલન તરીકેની ભૂમિકા જ ચમકાવવામાં આવનાર છે. આને લઇને ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ કરાશે. ફિલ્મના શૂટિંગના સંદર્ભમાં કોઇ જાહેરાત કરાઈ નથી પરંતુ વહેલીતકે શૂટિંગ હાથ ધરીને ૨૦૨૦માં આ ફિલ્મને રજૂ કરવાની પ્રાથમિક યોજનાઓ તૈયાર કરવામાં આવી ચુકી છે.