અનિલ કુંબલેનો લક્ષ્યાંક આઇપીએલની આગામી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબને કન્સિસ્ટન્ટ (સતત સારો દેખાવ) ટીમ બનાવવાનો છે. કુંબલેએ કહ્યું કે, હું નથી ઇચ્છતા કે અમુક મેચમાં ખરાબ પ્રદર્શન પછી પંજાબની ટીમ દબાણમાં આવીને ગઈ સીઝનની ભૂલો રિપીટ કરે. તેઓ પહેલી વાર ૧૯ ડિસેમ્બરે કોલકાતામાં આયોજિત હરાજી દરમિયાન પંજાબ માટે એક્શનમાં દેખાશે.
કુંબલેએ કહ્યું કે, આઇપીએલના પોઈન્ટ્સ ટેબલમાં ચઢાવ-ઉતાર સામાન્ય બાબત છે. તમે ત્રીજા ક્રમે હોવ અને એક મેચ હારો તો સાતમા ક્રમે પહોંચી શકો છો. તેમજ ફરી એક મેચ જીતીને ઉપર જઈ શકો છો. હું પંજાબને એવી રીતે તૈયાર કરવા માંગુ છું કે તેઓ સતત સારો દેખાવ કરી શકે અને પોઈન્ટ્સ ટેબલનું દબાણ પોતાના પર હાવી થવા ન દે. પંજાબ આઇપીએલની પ્રથમ આવૃત્તિમાં ૨૦૦૮માં સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. તે પછી તેઓ માત્ર એકવાર ૨૦૧૪માં પ્લેઓફમાં પહોંચ્યા હતા.
છેલ્લા કેટલાક ટાઈમથી ચર્ચા ચાલી રહી છે કે, રવિચંદ્રન અશ્વિન આઇપીએલની આગામી સીઝનમાં દિલ્હી કેપ્ટિલ્સ સાથે જોડાય શકે છે. કુંબલેએ કહ્યું કે, હું હજી ટીમ સાથે જોડાયો છું. સ્ક્વોડ અંગે અમે ચર્ચા કરી નથી. આગામી દિવસો જયારે કઈ નક્કી થશે તો તેની જાહેરાત કરવામાં આવશે.