પ્રો કબડ્ડીઃ યૂ-મુમ્બાને હરાવી બંગાળ ફાઇનલમાં, હવે દબંગ દિલ્હી સામે ટકરાશે

674

વીવો પ્રો કબડ્ડી-૨૦૧૯ની બીજી સેમિફાઇનલ મેચમાં બંગાળ વોરિયર્સે યૂ મુમ્બાને ૩૭-૩૫થી પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. બંગાળની ટીમ પણ પ્રથાવાર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. તો અત્યાર સુધી ત્રણ વખત ફાઇનલમાં પહોંચેલી યૂ મુમ્બાની સફર સમાપ્ત થઈ ગઈ છે.

આ સાથે પ્રો કબડ્ડીને નવો ચેમ્પિયન મળવાનો છે. તેનો નિર્ણય શનિવારે રમાનારા ફાઇનલ મુકાબલામાં થશે. આ ફાઇનલ મેચમાં બંગાળ વોરિયર્સની ટક્કર દબંગ દિલ્હી સામે થવાની છે. દિલ્હીએ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સને હરાવીને પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. સૌથી મહત્વની વાત છે કે બંગાળે તેના કેપ્ટન અને શાનદાર રેડર મનીંદર સિંહની ગેરહાજરીમાં આ જીત મેળવી છે.

પ્રથમ હાફ બાદ બંગાળ વોરિયર્સે ૧૮-૧૨થી લીડ બનાવી હતી. શરૂઆત બંન્ને ટીમોએ ધીમી કરી હતી. પરંતુ મુંબઈના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી ભૂલ અને બંગાળને એક્સ્ટ્રાના માધ્યમથી પોઈન્ટ આપવાને કારણે વોરિયર્સે ૧૬મી મિનિટે મુંબઈને ઓલઆઉટ કરી દીધું હતું. મુંબઈને ઓલઆઉટ કર્યાં બાદ બંગાળે પોતાની લીડ જાળવી રાખી હતી.

બીજા હાફની શરૂઆત મુંબઈ માટે સારી થઈ, તેણે પોતાને ઓલઆઉટથી બચાવ્યું અને તે બંગાળ ઉપર દબદબો બનાવી રહ્યું હતું. પરંતુ મેચની ૨૮મી મિનિટે સુકેશ હેગડેએ શાનદાર સુપર રેડ કરી અને ૪ ડિફેન્ડરોને આઉટ કર્યાં હતા.

ત્યારબાદ સંદીપ નરવાલે ટીમને એકવાર ફરી ઓલઆઉટથી બચાવી, પરંતુ ૩૨મી મિનિટે બંગાળે બીજીવાર મુંબઈને ઓલઆઉટ કરી દીધું હતું.

Previous articleમારો લક્ષ્યાંક કિંગ્સ ઇલેવન પંજાબને કન્સિસ્ટન્ટ ટીમ બનાવવાનો છેઃ કોચ કુંબલે
Next articleરિંગમાં ફાઇટ દરમિયાન માથામાં થઈ ઈજા થતા બોક્સરનું મોત