લવ જેહાદ : હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાન ભાગી જતા હાહાકાર

412

જમાલપોરની યુવતીને નવસારીનો મુસ્લિમ યુવક ભગાડી ગયાની માહિતી મળતા પરિવાર તથા વિવિધ સંગઠનોએ મળીને નવસારીનાં તિઘરા જકાતનાકા પાસે ચક્કાજામ કર્યો હતો. બે કલાક સુધી બંન્ને બાજુનો વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. પરિવારે પોલીસમાં જાણ કરવા છતાં મંગળવાર સુધી છોકરીની ભાળ મળી ન હતી. જે બાદ ગઇકાલે યુવતી ભરૂચના જંબુસર વિસ્તારમાંથી મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

આ મામલે મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે બુધવારે એટલે ગઇકાલે નારાજ જમાલપોરના લોકો ઉપરાંત સાજન ભરવાડ, જનક પટેલ, સંજય નાયક સહિતના જમાલપોરના લાલવાવટા ભૂતમામાના મંદિર પાસે ભેગા થઈ ગયા હતા. રોષે ભરાયેલા જમાલપોરના લોકો ત્યાં રોડ ઉપર બેસી ગયા હતા અને બંન્ને તરફનાં રોડ પરથી ચક્કાજામ કરી દીધો હતો. જેકો આની જાણ પોલીસને થતાં તેમનો કાફલો ત્યાં આવ્યો હતો અને વાહનોને જવા માટે ડાયવર્ઝન બનવવામાં આવ્યું હતું.

જમાલપોરની યુવતી જેની સાથે ગઈ તે યુવક મૂળ ભરૂચ જંબુસર અને હાલ નવસારીનાં ચારપુલ વિસ્તારમાં રહે છે. જે યુવક અભ્યાસ બાદ છેલ્લા બે વર્ષથી ડેપો નજીક આવેલી પિતાની ચાની લારી પર બેસતો હતો. તો બીજી તરફ યુવતી અભ્યાસ પછી બે વર્ષથી ઘરે જ હતી.

આ બંન્ને નાનપણમાં એકબીજાને ઓળખતા હતા. જેથી તેમની સોશિયલ મીડિયામાં ફરીથી મિત્રતા થઇ અને બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. હવે પોલીસ આ યુવતીની પૂછપરછ કરીને આખી પરિસ્થિતિ સામે લાવશે.

Previous articleભૂજ-પાલનપુર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, હજારો મુસાફરો અટવાયા
Next articleસુરતમાં વેપારીઓએ કેન્દ્ર સરકારના RCEPના નિર્ણયનો કર્યો વિરોધ