સુરતમાં વેપારીઓએ કેન્દ્ર સરકારના RCEPના નિર્ણયનો કર્યો વિરોધ

384

કેન્દ્ર સરકાર રિજનલ કોમ્પ્રિહેનસીવ ઇકોનોમિક પાર્ટરશીપ એટલે કે આરસીઈપી લાગુ કરવા જઈ રહી છે. સરકારના નિર્ણય સામે દેશના વેપારીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ વેપારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો.કેન્દ્ર સરકાર દ્વારા રિજનલ કોમ્પ્રિહેનસીવ ઈકોનોમિક પાર્ટનરશિપ અંતર્ગત લેવામાં આવનાર નિર્ણય પર સુરત સહિત દેશના જુદાજુદા વેપારીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. આરસીઈપી અંતર્ગત દુનિયાના ૧૫થી વધુ દેશો સીધું જ ભારત દેશમાં રોકાણ કરી શકશે. ત્યારે અન્ય દેશોના સીધા જ રોકાણથી સ્થાનિક વેપાર પર માઠી અસર પડવાની શકયતા સેવાઇ રહી છે અને વેપારીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે. જેને લઇ સરકારના આ નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો છે. સરકારના આ નિર્ણયથી ટેક્સટાઇલ, ડેરી પ્રોડક્ટ, ઈલેક્ટ્રોનિક્સ સહિતના ઉદ્યોગો પર સીધી વિપરીત અસર પડી શકે છે. ત્યારે ટેક્સટાઇલ હબ સિટી સુરત ખાતે સુરતના સહિત દેશના અન્ય અનેક શહેરોના જુદાજુદા ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારી આગેવાનોની મીટિંગ યોજાઈ હતી. સુરતના ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ટેક્સટાઇલ વેપારીઓની મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ વેપારીઓને આરસીઈપીથી થતા નુકશાન વિશે જાણકારી આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં કઈ રીતે આરસીઈપીથી ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવી શકાય જે માટે ધારદાર સરકારને રજૂઆત કરવા માટે આ પ્રકારની મીટિંગ યોજી તમામ વેપારીઓ એક થયા હતા.

Previous articleલવ જેહાદ : હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાન ભાગી જતા હાહાકાર
Next articleતલોદ માર્કેટયાર્ડમાં વેપારીઓએ મગફળીના રૂ.૬૦૦થી હરાજી શરૂ કરતા ખેડૂતોનો હોબાળો