એ સામે તરુણી પર ગેંગરેપ આચરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓ પીડિત કિશોરીના ઘરની નજીકમાં જ રહેતા હોવાનું માલુમ પડ્યું છે.
ફરિયાદ પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી પોતાના ઘરમાં એકલી હતી ત્યારે પાડોશી કિશોર ઘરમાં ઘૂસી ગયો હતો. કિશોરે ઘરમાં ઘૂસીને કિશોરી પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ ૨૦મી ઓગસ્ટના રોજ બન્યો હતો.
બનાવ બાદ કિશોરી ઘરમાં રડી રહી હતી ત્યારે આરોપીનો મોટો ભાઈ આવ્યો હતો અને તેણે પણ કિશોરીને કપડાં આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે કિશોરીએ પોતાની માતાને વાત કરી હતી. જોકે, શરૂઆતમાં કિશોરીના પિતા ઘરે હાજર ન હોવાથી પરિવાર ચૂપ રહ્યો હતો.
કિશોરીના પિતા ૨૮મી જુલાઈએ વતનમાં ખેતી કામ માટે ગયા હોવાથી કિશોરી અને તેની માતા ચૂપ રહ્યા હતા. પિતા વતનમાંથી પરત આવતાની સાથે જ કિશોરીએ સમગ્ર હકીકત પિતાને વર્ણવી હતી. આ મામલે કિશોરીના પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં પહોંચીને બંને સગીર ભાઈઓ વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ આપી હતી.
આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.