ઇડી દ્વારા ગેંગસ્ટર ઇકબાલ મિરચી દ્વારા ભારતમાં અપરાધો મારફતે એકત્રિત કરવામાં આવેલી બ્રિટનની ૨૫ સંપત્તિને જપ્ત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. આની કુલ કિંમત પણ સેંકડો કરોડ રૂપિયામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. એજન્સીને આ બાબતની શંકા છે કે, કથિતરીતે કેટલીક સંપત્તિ જે મિરચીના પરિવારના સભ્યોના નામ પર છે જેમને જુદા જુદા દેશો બ્રિટન, અમેરિકા, યુએઈમાં રજિસ્ટર્ડ સાત કંપનીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહી છે. મિરચીના પત્નિ હજરા મેમણ કથિતરીતે લંડન સ્થિત ૧૬ સંપત્તિઓની માલિક છે. સુત્રોના કહેવા મુજબ તે બે કંપનીઓ કન્ટ્રી પ્રોપર્ટી લિમિટેડ અને જર્સી એન્ડ અસ્કામ્બે લિમિટેડ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ કંપનીઓ બ્રિટિશન વર્જિન આયલેન્ડમાં સ્થિત છે. ઇડી કંપનીઓની ફાઈનાન્સિયલ અને માલિકી હક અંગે માહિતી મેળવવાના પ્રયાસમાં છે. હકીકતમાં ઇડીએ આ માહિતી એટલા માટે એકત્રિત કરવાની હિલચાલ હાથ ધરી છે કે, મિરચીના અપરાધોમાં પણ લોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં એ અંગેની માહિતી પણ મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે કે, આના લાભાર્થી કોણ કોણ હતા. ઇડીને આ અંગેની પણ માહિતી મળી છે કે, લંડન સ્થિત છ અન્ય કંપનીઓને યુકે આધારિત કંપની, ટોપલાઈન એસ્ટેટ લિમિટેડ, ક્વે મેનેજમેન્ટ, ઇન્પીરિયલ હોટલ લિમિટેડ દ્વારા નિયંત્રિત કરવામાં આવી છે.
એજન્સી તેમના માલિકોના સંદર્ભમાં તથા ફાઈનાન્સિયલ રેકોર્ડ એકત્રિત કરવામાં છે. જાણકારી એવી પણ મળી રહી છે કે, ઇકબાલ મિરચી દ્વારા ભારતમાં કરવામાં આવેલી સોદાબાજીના મામલામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ઇકબાલ મિરચી સાથે સોદાબાજીને લઇને વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પ્રફુલ પટેલની તકલીફ પણ વધી ગઈ છે. મળેલી માહિતી મુજબ મની લોન્ડરિંગ કેસમાં પ્રફુલ પટેલ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ અને દાઉદના નજીકના સાથી ઇકબાલ મિરચી વચ્ચે સોદાબાજીના મામલામાં તપાસ ચાલી રહી છે. ડઝન જેટલી સેલ કંપનીઓમાં લેવડદેવડની વિગતોમાં તપાસ ચાલી રહી છે. બેનામી બેંક ખાતાઓ ચેન્નાઈમા ંઉભા કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ કેટલીક પ્રોપર્ટીઓની વેચાણ પ્રક્રિયા હાથ ધરવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટીની કિંમત ૫૦૦ કરોડથી પણ વધુની હોવાનું જાણવા મળી રહ્યું છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આગામી દિવસો પ્રફુલ પટેલ માટે પણ વધુ મુશ્કેલરુપ બની શકે છે. પ્રફુલ અને મિરચી વચ્ચે સાંઠગાંઠ મામલામાં ઇડી સક્રિય થઇ ગઇ છે. ઇકબાર મિરચીના પરિવારના સભ્યો સાથે સોદાબાજીના સંદર્ભમાં પટેલ સામે સમન્સ જારી કરવામાં આવી ચુક્યું છે. એજન્સીએ મુંબઈ અને બેંગ્લોરમાં ૧૧ સ્થળો ઉપર ચકાસણી હાથ ધરી છે. સાથે સાથે આઠ લોકોના ડેટા અને દસ્તાવેજો જપ્ત કરાયા છે. કેટલાક લોકોની બેનામી સંપત્તિના સંદર્ભમાં પુછપરછ થઇ ચુકી છે. ત્યારબાદ એજન્સી દ્વારા પટેલ અને મિરચીના સાગરિતો સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. તપાસ સંસ્થાએ સ્વર્ગસ્થ ઇકબાલ મિરચીના પત્નિ હજરા મેમણની સામે પણ સમન્સ જારી કર્યું છે જે હાલમાં બ્રિટનમાં છે. પ્રફુલ પટેલે કેટલીક મદદ કરી હોવાની વિગતો પણ ખુલી ચુકી છે.