નવનીધી દિવ્યાંગ ટ્રસ્ટ આયોજીત ભાવનગરના દિવ્યાંગ બાળકોનો ટેલેન્૭ શો તા. ર૦ન્નેે રવિવારના રોજ યશવંતરાય હોલ ખાતે યોજાશે આ ટેલેન્૭શોમાં દિવ્યાંગ બાળકો દ્વારા કૃષ્ણલીલા, દેશ ભક્તિ ગીત, રાજસ્થાની નૃત્ય, ધુમ્મર ડાન્સ, કથથક, ફયુઝન ડાન્સ, તલવાર બાજી, ગુજરાતી ગરબા વગેરેર્દર્શાવવામાં આવશે. આ પ્રસંગે મહેમાન તરીકે ભારતીબેન શિયાળ, સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા, નિમુબેન બાંભણીયા, ડીઆઈજી અશોક યાદવ, અમર જયોતિ મેડમ, સંતોષભાઈ કામદાર વગેરે મહેમાનો આ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરશે. આ દિવ્યાંગ બાળકોના ટેલેન્ટ શોનું આયોજન નવનિધી ટ્રસ્ટના ગીતાબેન અગ્રાવત તથા મુમતાજબેન સમા દ્વારા કરાયું છે.