ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ ગુજરાતની એકમાત્ર શાળા છે કે જેમના ઉપર સદૈવ સ્વ્ર આરાધક, ભારત રત્ન લતા મંગેશકરજી તરફથી આર્શિવાદ, શુભેચ્છા તથા બાળકોની શિક્ષામાં આર્થિક સહયોગ રહે છે. લતા દીદી શાળાના આચાર્ય નિકુંજભાઈ પંડીત, શાળાના વિદ્યાર્થીઓ સાથે સદૈવ લતા દીદીના અંગત સચિવ તથા સેવાભાવી વ્યક્તિત્વ મહેશભાઈ રાઠોડના માધ્યમથી ફોન થકી વાત કરતા રહે છે. ભુતકાળમાં શાળાને શુભેચ્છા પત્ર તથા અનુદાન પણ મળેલ છે.
હાલમાં તેમના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા અધંજન માટે કરેલ કાર્ય જોઈ દીદીએ આ સેવાભાવનાને ર૧,૦૦૦/- જેવી ભેટ અર્પણ કરી હતી. ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ ખુબ ગૌરવ અનુભવે છે. કે મન કી બાત માં પ્રધાનમંત્રી જેમને ખુબ આદર પુર્વક જન્મદિવસની શુભકામના પાઠવી તેવા વ્યક્તિનો આદર તથા આર્શિવાદ શાળાને મળી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં આ શાળા શિક્ષણ, કલા, વિજ્ઞાન તથા ધર્મ સાથે જોડાયેલા તમામ પ્રવૃત્તિમાં અગ્રેસર રહી બાળકોના વિકાસ માટે કાર્ય કરી રહ્યો છે.