બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ મુખ્ય કુમાર શાળા રાણપુર ખાતે યુનિફોર્મ વિતરણ સમારંભ યોજાયો હતો. સમારંભની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય કાદરભાઈ કોઠારિયા એ કર્યું હતુ.ત્યારબાદ દાતાશ્રીઓનું સન્માન શાળા પરિવારે પુસ્તક અને ખાદીનો રૂમાલ આપીને કરવામાં આવ્યુ હતુ. દાતા અતુલભાઈ નરસીદાણી, મનસુખભાઈ પટેલ અને બાપાલાલ ભાઈ પરમાર એ પ્રાસંગિક પ્રવચન કરતા દાતાઓએ જણાવ્યું કે અમે દાન આપીને ઉપકાર કરતા નથી .આ અમારી ફરજ છે અને શાળામાં જ્યારે પણ જરૂર હોય તો અમને જણાવજો એમ વિનમ્રતા પ્રગટ કરી હતી.અતુલભાઇ તરફથી ૧૦ જોડી, મનસુખભાઈ તરફથી ૧૦ જોડી,બાપાલાલ પરમાર તરફથી ૫ જોડી અને મુખ્ય કુમાર શાળા રાણપુર સ્ટાફ તરફથી ૧૧ જોડી યુનિફોર્મ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન રાજેશકુમાર ભોજવીયાએ અને આભારવિધિ હસમુખ ભાઈ પટેલ એ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના નસીમબેન શેલત, ફાલ્ગુનીબેન શાહ, નવનીતભાઈ ગામીત ,મહેન્દ્ર ભાઈ પરમાર અને તમામ ગુરુજનો એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. યુનિફોર્મ મેળવીને બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા.