છેલ્લા ત્રણ દાયકા થી ગુજરાત મા ભાજપ નુ શાસન છે અને ત્યાર થી શિક્ષણ ક્ષેત્રે અને વિદ્યાર્થીઓ માટે દિન બદિન હાલત બદતર થાતી જાય છે શિક્ષણ નુ ખાનગી કરણ, મોંધુ શિક્ષણ બાકી હતુ તો ભરતી મા કૌભાંડ, યુવા અને વિદ્યાર્થીઓ ને માનસિક ત્રાસ આપવા મા આવિ રહયો છે ગુજરાત સરકાર ની દરેક ભરતી મા મધ્ય પ્રદેશ ના વ્યાપમ કૌભાંડ ની સાથે હરીફાઈ કરી રહી છે તળાટી ભરતી કૌભાંડ પછી અનેક ભરતી કૌભાંડ ઉજાગર થયા છે અને ખાનગી અને મોંધા શિક્ષણ માથી અગ્ની પરીક્ષા પાર કરી આવેલો વિદ્યાર્થી નોકરી સુધી પહોચે ત્યા કૌભાંડ ની થપાટ ખાઇ આખરે ધરાશાયી થાય છે આવા અનેક વિદ્યાર્થીઓ ના મુદ્દા સાથે ખાસ હાલમા બિનસચીવાલય કલાકઁ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે તેને લઇને સમગ્ર ગુજરાત નો યુવા, વિદ્યાર્થીઓ સમસમી ઉઠયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા એ સમગ્ર ગુજરાત મા વિદ્યાર્થીઓ મુદ્દા ઉઠાવવા ની હાકલ કરવામાં આવતા તેમના આહવાન અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ની સુચના અનુસાર સિહોર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દવારા આજરોજ તા ૧૬/૧૦/૨૦૧૯ ને બુધવાર ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયદિપસિંહ ગોહિલ તથા સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોકુળભાઇ આલ ની આગેવાની હેઠળ મામલતદાર કચેરી ખાતે પ્રાંતઅધિકારી ને રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમા કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, દિલીપસિંહ પરમાર,કાન્તિભાઈ ચૌહાણ,પ્રતાપસિંહ મોરી,મુકેશભાઈ જાની, ઇકબાલભાઇ સૈયદ, સુભાષભાઈ રાઠોડ, દશઁક ગોરડીયા, છોટુભા રાણા, યુવરાજ રાવ,ધમભા કનાડ,ચેતન ત્રિવેદી, ડી.પી.રાઠોડ, પી.ટી.સોલંકી જેસીંગભાઇ મકવાણા,પરેશભાઇ બાજક,મનુભાઇ વાઘેલા, ચંદુભાઇ સરવૈયા સહિત મોટી સંખ્યામાં સિહોર શહેર અને તાલુકા ના કોંગ્રેસ આગેવાનો, કાયઁકરો સાથે અનેક ભોગબનેલા વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.