બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનાઓએ જીલ્લામાંથી પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે મુજબ એલ.સી.બી. બોટાદના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટી.એસ. રીઝવી તથા એલ.સી.બી. સ્ટાફના હે.કો. બી.સી.ગોહીલ તથા હે.કો. રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા પો.કો. અશોકભાઇ રામજીભાઇ બાવળીયા તથા હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી નાઓએ એલ.સી.બી. ના હેડ.કોન્સ. બી.સી.ગોહીલ નાઓને મળેલ બાતમી આધારે ગઢડા તાલુકાના ભીમડાદ ગામે ગઢૈયો ધારમાં આવેલ ખોડીયાર માતાજી ના મંદીર પાસે રેડ કરતા (૧) લાલજીભાઇ ગોવિંદભાઇ સોરઠીયા જાતે કો.પટેલ ઉ.વ. ૨૪ રહે. હામાપર તા.ગઢડા જી.બોટાદ (૨) નવઘણભાઇ મનજીભાઇ પરમાર જાતે કો.પટેલ ઉ.વ. ૩૨ રહે. હામાપર તા.ગઢડા જી.બોટાદ (૩) હસમુખભાઇ ગોરધનભાઇ લીંબડીયા જાતે કો.પટેલ ઉ.વ. ૩૫ રહે. હામાપર તા.ગઢડા જી.બોટાદ (૪) હસમુખભાઇ જીણાભાઇ ડાભી જાતે કો.પટેલ ઉ.વ. ૩૦ રહે. હામાપર તા.ગઢડા જી.બોટાદ (૫) ભાઇલાલભાઇ ફલજીભાઇ પરમાર જાતે કો.પટેલ ઉ.વ. ૨૫ રહે. હામાપર તા.ગઢડા જી.બોટાદ વાળાને રોકડ રૂ. ૧૧,૦૭૦/- ની મતા સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.