ભાવનગર મુખ્ય બજાર, ઘોઘાગેટ, હાઈકોર્ટ રોડ, મોતીબાગ રોડ, ગંગાજળીયા તળાવ સહિતના વીસ્તારોમાં નો પાર્કિંગ ઝોન અંગેબ હાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ લોકો અને વેપારીઓનો વિરોધ થતા હાલ પુરતો મુલત્વીર ાખવામાં આવ્યો છે.
નો પાર્કિંગ ઝોન અંગેના જાહેરનામાનો અમલ મૌકુફ રાખવા અંગેમ હાપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશ્નર એન.ડી. ગોપાણી ઉપસ્થિત રહ્યા હતાં. અને માહિતી આપી હતી. દિવાળી તહેવારોમાં લોકોની ભીડને ધ્યાને રાખીને હાલ પ્પુરતો જાહેરનામાનો અમલ મોકુફ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંગાજળીયા તળાવમાં તૈયાર કરવામાં આવેલ મલ્ટીલેવલ પાર્કિંગમાં આગામી ૩૧મી ઓકટોબર સુધી લોકો વિનામુલ્યેત ેમના વાહનો પાર્ક કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.