બરવાળા નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારો ભુખ હડતાળ ઉપર

851

બરવાળા નગરપાલીકાના સફાઈ કામદારોની વિવિધ પડતર માંગણીઓ ન.પા.દ્વારા સંતોષવામાં નહિ આવતા સફાઈ કર્મીઓ સફાઈ કામથી અળગા રહી એક દિવસ પ્રતિક ધરણા કાર્યક્રમ યોજી ભુખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા જયારે અનસન ઉપર ઉતરેલા સફાઈ કર્મીઓ પૈકી ૨ કર્મીઓની તબિયત લથડી જતા બરવાળા ઇમરજન્સી ૧૦૮ મારફત સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

બરવાળા નગરપાલિકામાં ફરજ બજાવતાં રોજમદાર સફાઈ કામદારો દ્વારા વર્ષોથી કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા તેમજ સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર લઘુતમ વેતન આપવા સહીતની વિવિધ પડતર માંગણીઓને લઈને સફાઈ કામદારો દ્વારા બરવાળા ન.પા.ના સતાધીશોને વાંરવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હતી છતાં સફાઈ કામદારોના પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહિ આવતા ૩૮ રોજમદાર સફાઈ કામદારો તા.૧૪/૧૦/૨૦૧૯ ના રોજ એક દિવસ પ્રતિક ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જયારે પ્રતિક ધરણામાં કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા તા..૧૫/૧૦/૨૦૧૯ ના રોજ સવારથી જ પડતર પ્રશ્નો નું નિરાકરણ ના આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી સફાઈ કામગીરીથી અળગા રહી ભુખ હડતાળ ઉપર ઉતરી ગયા હતા ત્યારે તા.૧૭/૧૦/૨૦૧૯ ના રોજ અનસન ઉપર બેઠાલા રોજમદાર સફાઈ કર્મીઓ પૈકી મંજુલાબેન ખીમજીભાઈ ગળીયેલ તેમજ જગદીશભાઈ રમેશભાઇ ગળીયેલ એક મહિલા તેમજ એક પુરુષ મળી બે રોજમદાર સફાઈ કર્મીઓની તબિયત લથડી પડતા બરવાળા ઇમરજન્સી ૧૦૮ દ્વારા બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બરવાળા નગરપાલિકાના અનસન ઉપર બેઠેલા રોજમદાર સફાઈ કામદારોની તબિયત લથડી હોવાના સમાચાર મળતા જ પ્રતાપસંગભાઈ બારડ(પ્રમુખ ન.પા. બરવાળા), જી.સી. પટેલ (ચીફ ઓફિસર ન.પા.બરવાળા), રાજુભાઈ જાદવ (ઉપ પ્રમુખ ) સહીત હોદેદારો સફાઈ કર્મીઓને સાથે સમાધાનકારી વલણ દાખવી માંગણી પૈકીની મોટા ભાગની માંગણીઓ સ્વીકારવા સહમત થયા હતા પરંતુ સફાઈ કર્મીઓ દ્વારા પહેલા માંગ પૂરી થાય પછી જ આંદોલન સમેટવાનું કહી સમાધાન નહી કરતા સફાઈ કર્મીઓએ પોતાનું ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું.

Previous articleમલ્ટીલેવલ પાર્કીંગમાં ૩૧ ઓકટોબર સુધી વિનામુલ્યે વાહન પાર્ક કરી શકાશે
Next articleજેનિફર લોરેન્સ આજે લગ્ન કરશે : તમામ તૈયારીઓ પૂર્ણ