ગાંધીનગર ખેડૂત તાલીમ કેન્દ્ર અને આત્માના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કૃષિ પ્રદર્શન અને કૃષિમેળાનું ઉદૂધાટન કર્યાબાદ ગાંધીનગર જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં ચીલાચાલું ખેતી અપનાવતા ખેડૂતો વૈજ્ઞાનિક ખેતી પઘ્ઘતિ અને વિવિધ સંશોધનો દ્વારા અનેક ધણું ખેત ઉત્પાદન વધારી સમૃઘ્ઘ થયા છે.
કૃષિ અર્થતંત્ર દ્વારા દેશના ૭૦ ટકા લોકો રોજગારી મેળવે છે. ગુજરાત રાજયમાં ઝડપી ઔધોગિક વિકાસના કારણે ખેતીની જમીનમાં ધટાડો જાયો હોવા છતાં ખેત ઉત્પાદન અનેક ધણું વધ્યું છે. અને કૃષિ પાકોની સાથોસાથ પશુપાલનનો વ્યાપ ઘણો વધ્યો છે.
રાજય સરકારે ખેડૂતો માટે વીજા જોડાણો, સિંચાઇની સુવિધાઓ અને સુજલામૂ – સુફલામૂ યોજના સહિત ખેડૂતોની વિવિધ સબસીડી યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા આવતા ખેડૂતો વધુ સમૃઘ્ઘ બન્યા છે. ખેડૂતો માટે બાગાયત પાકોના ગોડાઉનો અને કોલ્ડ સ્ટોરેજ સહિતની યોજનાઓ અમલમાં મુકીને ટેકાના ભાવે કરોડ રૂપિયાના કૃષિપાકો ખરીદીને ખેડૂતોને લાભો આપ્યા છે.
મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે ખેડૂત માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તથા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માટે યોજાયેલ કૃષિ પ્રદર્શનની મુલાકાત પણ મંત્રીએ લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી. પી. દેસાઇ, આત્માના સ્ટેટ નોડલ ઓફિસર ર્ડા. પી.એમ.વધાસીયા, ખેતી નિયામક બી.એમ.મોદી સહિત ખેતી અને બાગાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગાંધીનગર ખેડૂત તાલીમ કેન્દ્રના નાયબ ખેતી નિયામક બી.એમ. પટેલ તથા મદદનીશ ખેતી નિયામક (તાલીમ) એચ.એસ. ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.