સિલ્વર લાઇનિગ્સ પ્લેબુકની લોકપ્રિય અભિનેત્રી અને હાલની દુનિયાની સૌથી મોંઘી સ્ટાર પૈકી એક એવી જેનિફર લોરેન્સે લગ્ન કરવા માટેની તૈયારી કરી લીધી છે. આવતીકાલે લગ્ન યોજાય તેમ માનવામાં આવે છે. અપમાર્કેટ રોડ આઇલેન્ડ સ્થળ પર લગ્નને લઇને તૈયારી કરવામાં આવી છે. તે કુક મેરોની સાથે લગ્ન કરશે. આ મહિના પહેલા બંને દ્વારા સગાઇ કરી લેવામાં આવ્યા બાદ હવે લગ્ન કરવામાં આવનાર છે. તેના લગ્ન કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહેનાર છે તે સંબંધમાં માહિતી મળી નથી પરંતુ તમામ ટોચની સેલિબ્રિટી હાજર રહી શકે છે.
લગ્ન માટે હાજરી આપવા માટે ૧૫૦ લોકોની યાદી તૈયાર કરવામાં આવી ચુકી છે. લગ્ન કાર્યક્રમમાં તમામ પ્રકારની ડિશ રાખવામાં આવનાર છે. આના માટે પણ ખાસ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. મહેમાન માટે ખુબ મોંઘી ડિશ તૈયાર કરવામાં આવી છે. અમેરિકન અભિનેત્રી જેનિફ્ર લોરેન્સ અનેક યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે. વર્ષ ૨૦૧૫માં વર્લ્ડમાં તે સૌથી મોંઘી સ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તે સતત લોકપ્રિય સ્ટાર રહી હતી. બાળપણથી જ તે નાટકોમાં કામ કરતી રહી છે. વર્ષ ૨૦૦૭-૦૮માં તે પ્રથમ વખત મોટી ફિલ્મમાં રજૂ થઇ હતી.
હંગર ગેમ ફિલ્મ સિરિઝમાં તેની લોકપ્રિયતા રહી હતી. રોમાન્સ ફિલ્મ સિલ્વર લાઇનિંગ પ્લેબુકમાં તે યુવા વિધવાના રોલમાં દેખાઇ હતી. આ ફિલ્મ માટે તે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ઓસ્કાર જીતી ગઇ હતી. આની સાથે જ આ એવોર્ડ જીતી જનાર તે બીજી સૌથી નાની વયની સ્ટાર બની હતી. ત્યારબાદથી તે કેટલીક મોટા બેનરોની ફિલ્મમાં નજરે પડી હતી.