બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફ હવે પોતાની બ્યુટીબ્રાન્ડ લઇનવે બજારમાં આવી રહી છે. કેટરીના કેફે પોતે સોશિયલ મિડિયા પર આ અંગેની જાહેરાત કરી છે. કેફે કહ્યુ છે કે આનુ નામ પણ રાખવામાં આવ્યુ છે. કે બાય કેટરીના નામે બ્રાન્ડની શરૂઆત કરવામાં આવી છે. કેટરીના કેફ તરફથી આ અંગેની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ ચાહકો રોમાંચિત છે. ખાસ કરીને કેટરીના કેફની ફિમેલ ફેન્સ આને લઇને ઉત્સુક છે. કેટરીનાએ એક વિડિયો શેયર કરીને કહ્યુ છે કે પોતાની બ્રાન્ડ ૨૨મી ઓક્ટોબરથી ઉપલબ્ધ બની જશે. કેટરીના કેફે કહ્યુ છે કે તે બે વર્ષ પહેલા બ્યુટીલાઇન શરૂ કરવા માટેનુ સપનુ જોતી હતી. હવે આ સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. તમામ લોકોની ઇચ્છા સાથે આ કામ હવે પૂર્ણ થઇ રહ્યુ છે. તેનુ કહેવુ છે કે તે ભારે આશાવાદી છે. કેબાય કેટરીના નામથી આની શરૂઆત થયા બાદ ચાહકો રોમાંચિત છે. કેટરીનાએ પોતાની બ્રાન્ડના સંબંધમાં વાત કરતા કહ્યુ છે કે તે હાઇ ગ્લેમર આપવાની સાથે સાથે દેખરેખ પણ રાખે છે. તેના વર્કફ્રેન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં અક્ષય કુમારની સાથે સુર્યવંસીમાં કામ કરી રહી છે. લાંબા ગાળા બાદ તે ફરી એકવાર અક્ષય કુમારની સાથે કામ કરવા જઇ રહી છે. વિતેલા વર્ષોમાં બંનેએ અનેક યાદગાર ફિલ્મોમાં સાથે ભૂમિકા અદા કરી છે. તે હાલમાં સલમાન ખાનની સાથે ભારત ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મે કમાણીના કેટલાક નવા રેકોર્ડ સર્જયા હતા. કેટરીના કેફ હાલમાં બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી છે. તે અન્ય કેટલીક ફિલ્મો પણઁ ધરાવે છે. જો કે નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.