પદ્મા લક્ષ્મીએ ફરી એકવાર ટોપલેસ ફોટાઓ જારી કર્યા

762

દેશ વિદેશમાં જાણીતી રહેલી ટોપ શેફ હોસ્ટ અને મોડલ પદ્મા લક્ષ્મી પોતાની બોલ્ડનેસના કારણે હમેંશા ચર્ચામાં રહે છે. આ અલગ બાબત છે કે તે છેલ્લા કેટલાક સમયથી લાઇમલાઇટમાં રહેલી નથી. ચાહકો માત્ર સોશિયલ મિડિયા પર જ કનેક્ટ રહ્યા છે. તાજેતરમાં જ પદ્મા લક્ષ્મીએ ફરી એકવાર બોલ્ડ ટોપલેસ ફોટોશુટ કરાવીને ફરી એકવાર ચર્ચા જગાવી છે. આ તમામ ફોટો સોશિયલ મિડિયા પર શેયર પણ કરવામાં આવ્યા છે. પદ્માએ હવે ટોપલેસ ફોટોશુટ મારફતે સોશિયલ મિડિયા પર જોરદાર ચર્ચા જગાવી દીધી છે. ૪૯ વર્ષીય પદ્મા લક્ષ્મીએ જે ફોટો પોસ્ટ કર્યા છે. તે પૈકી એકમાં તે ટોપલેસ નજરે પડી રહી છે. તે માત્ર ન્યુડ કલરના બોડી શેપરમાં દેખાઇ રહી છે. આ ફોટોમાં તે પોતાના બ્રેસ્ટને હાથથી ઢાકેલી અદામાં નજરે પડે છે. પદ્મા લક્ષ્મીએ એમી એવોર્ડમાં તૈયાર થવા માટે કેટલાક ફોટો લીધા છે. પદ્મા લક્ષ્મીએ ઇન્સ્ટા પર ફોટો શેયર કરીને લખ્યુ છે કે તે હવે ઇમોશનલી, ફિજિકલી અને સ્પીચુઅલી સિક્યોર ફિલ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે જાણીતા અને વિવાદમાં રહેલા લેખક સલમાન રશ્દીની સાથે સંબંધ અને લગ્નને લઇને પદ્મા લક્ષ્મી ભારે ચર્ચામાં રહી હતી. તે ભારતની સાથે સાથે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી રહી છે ટોપલેસ ફોટાને લઇને તે ખુશ અને સંતુષ્ટ દેખાઇ રહી છે. પદ્મા લક્ષ્મી સમગ્ર વિશ્વમાં સૌથી વધારે હોટસ્ટાર પૈકી એક તરીકે રહેલી છે. તે માત્ર બોલ્ડ અને સેક્સી ફોટાના કારણે જ નહીં બલ્કે વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દીની સાથે સંબંધોને લઇને પણ ચર્ચામાં રહી છે. સલમાન રશ્દી જુદા જુદા મામલે વિશ્વભરમાં વિવાદ જગાવી ચુક્યા છે.

Previous articleહવે સ્ટાર કેટરીના કેફ બ્યુટી બ્રાન્ડ લોંચ કરવા માટે તૈયાર
Next articleસુશાંત પણ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુક્યો