ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ હજુ સુધી એકપણ ટુર્નામેન્ટ જીતી શકી નથી. ટીમની કેપ્ટનશિપ વિરાટ કોહલીના હાથોમાં છે અને તેનાં લાખ પ્રયાસો બાદ પણ ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી. ટીમ મેનેજમેન્ટે આગામી સિઝન માટે નવનીતા ગૌતમને ટીમની સાથે જોડ્યા છે. આઈપીએલ ટીમ આરસીબીએ ટીમની સાથે એક મહિલા સપોર્ટ સ્ટાફને જોડવાનો નિર્ણય કર્યો છે. નવનીતા ગૌતમ ટીમની સાથે સ્પોટ્ર્સ મસાજ થેરાપીસ્ટનું કામ કરશે. આગામી સિઝન માટે તેને ટીમ સાથે જોડવામાં આવી છે. આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર છે કે જ્યારે કોઈ ટીમની સાથે કોઈ મહિલા સપોર્ટ સ્ટાફને જોડવામાં આવી હોય. આરસીબીના ચેરમેન સંજીવ ચૂડીવાલાએ કહ્યું કે, આ ઐતિહાસિક પળને લઈ તે ખુબ જ ઉત્સાહિત છે. બેંગ્લુરુ ટીમના હેડ ફિઝિયોથેરાપિસ્ટ ઈવાન સ્પીચલી છે. નવનીતા આઈપીએલની ૧૩મી સિઝનમાં તેઓની સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન વિરાટ કોહલી હજુ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે કાંઈ ખાસ કરી શક્યો નથી. અને અત્યાર સુધીની એકપણ સિઝનમાં તે ટ્રોફી જીત્યો શક્યો નથી.