RILની માર્કેટ મૂડી નવ ટ્રિલિયન સુધી પહોંચી છે

313

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આજે વધુ એક સફળતા હાંસલ કરી હતી. કારણ કે, કંપનીની માર્કેટ મૂડીએ હવે નવ ટ્રિલિયનના આંકડાને હાંસલ કરવામાં સફળતા મેળવી છે. કોઇપણ ભારતીય કંપનીની આ સૌથી મોટી સફળતા છે. સેશન દરમિયાન આજે શેરની કિંમત ૧૪૨૮ રૂપિયા બોલાઈ હતી. કંપનીના શેરની કિંમત આજે કારોબારના અંતે ૧૪૧૫.૩૦ રૂપિયા બોલાઈ હતી અને તેમાં ૧.૩૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી આજે વધીને ૮૯૭૧૭૯.૪૭ કરોડ થઇ હતી. મુકેશ અંબાણીના નેતૃત્વમાં આજે તેની સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ પણ જારી કર્યા હતા. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, રિલાયન્સની માર્કેટમૂડીમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યું છે. બ્લુમબર્ગ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, આરઆઈએલના નફામાં ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. સપ્ટેમ્બર ૨૦૧૮ ત્રિમાસિક ગાળામાં આરઆઈએલમાં નેટ નફો ૯૫૧૬ કરોડનો રહ્યો હતો. બીજી બાજુ ક્રૂડની કિંમતમાં પણ સતત ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. રિલાયન્સના શેરમાં કંપનીઓનો રસ હંમેશાથી રહ્યો છે. તેને હેવીવેઇટ કંપની તરીકે જોવામાં આવે છે. આગામી દિવસોમાં કંપનીના શેરમાં વધુ વધારો થઇ શકે છે. ઓઇલથી લઇને ટેલિકોમ સહિતના કારોબારમાં રિલાયન્સ જોડાયેલી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી હાલમાં સૌથી વધારે છે. બીજા સ્થાન પર ટીસીએસ રહી છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટોપ ટેન કંપનીઓમાં રિલાયન્સ સૌથી આગળ છે. થોડાક સમય પહેલા સુધી ટીસીએસ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ સતત પ્રથમ ક્રમાંક પર રહ્યા બાદ હવે આરઆઈએલ તેનાથી ખુબ આગળ નિકળી ચુકી છે.

Previous articleદિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલને ૬ મહિનાની સજા ફટકારાઇ
Next articleતીવ્ર લેવાલી વચ્ચે સેંસેક્સ ૨૪૬ પોઇન્ટ સુધરીને બંધ : નવી આશા