ચોર હોવાના વ્હેમમાં યુવાનને રહેંસી નાંખનાર માલિક સહિત પાંચ ઝડપાયા

449

પાંડેસરા ભગવતી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી નજીક મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા યુવાનની હત્યા કરી લાશ ફેંકી દેવાની ઘટનામાં પોલીસે જનરેટર ગોડાઉનના માલિક સહિત પાંચ  જણાની ધરપકડ કરી છે.

આ અંગે વધુમાં પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, પાંડેસરા ભગવતી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નંબર જી-૧/૯,૧૦ના ગેટ પાસેથી રખડતું જીવન જીવતો રમેશ ઉર્ફે લંગડાની હત્યા કરી  ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી.

આ ઘટનામાં પાંડેસરા પોલીસે હાથ ધરેલી તપાસમાં ભગવતી ઇન્ડસ્ટ્રીયલમાં જનરેટરના ગોડાઉનમાં ચોરી કરવા ઘુસેલા બે ચોર સિકયુરીટીના હાથે ઝડપાયા હતા. જેમની જનરેટરના  ગોડાઉન માલિકે પુછપરછ કરતા હત્યાનો ભોગ બનેલો રમેશ પણ ચોરી કરવા આવ્યો હોવાનું કહેતા રમેશ સહિત ત્રણેય જણાને ગોડાઉન માલિક ચંદુ ઉર્ફે ચંદ્રકાંત મણીલાલ પટેલ (રહે.  પટેલ બંગલોઝ, ખરવાસા રોડ, ડીંડોલી) અને તેના ભાગીદાર મિલેશ દયાળજી કુણપરા (રહે. ગોપાલનગર, પાંડેસરા) સહિત પાંચ જણાએ જનરેટર બેલ્ટ વડે ઢોર માર મારતા મોત થયું  હોવાનું ખુલ્યું હતું.

Previous articleગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ
Next articleમોબાઈલ પર પબજી ગેમ રમતા યુવાન પર લૂંટના ઇરાદે ચપ્પુથી હુમલો કરાયો