રાજ્યના કાયદા સચિવ મિલન જી. દવેએ જણાવ્યું છે કે, રાજ્યના ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશન તરીકે શ્રી પરેશ એસ. ઘોરાની નિમણુક થતા તેઓએ આજે ગાંધીનગર ખાતે તેમના હોદ્દાનો પદભાર સંભાળી લીધો છે. આ વેળાએ તમામ સરકારી વકીલો, કાયદા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહીને ધોરાને શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરાએ ખેડા ખાતે ડિસ્ટ્રીકટ ગવર્મેન્ટ પ્લીડર તથા પબ્લિક પ્રોસીક્યુટર તરીકે સેવાઓ આપી છે. તેમની ૧૮ થી ૨૦ વર્ષની સેવાઓને ધ્યાને લઇને રાજ્ય સરકારે તા.૧૧/૧૦/૨૦૧૯ના નોટીફિકેશનથી તેમની નિમણૂક કરી હતી અને તેઓ આજે તેમનો પદભાર વિધિવત રીતે સંભાળી લીધો છે. ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનની કચેરી કાર્યાન્વિત થવાથી પ્રોસીક્યુસન સંબંધી કામગીરીમાં ઝડપ આવશે અને વધુ અસરકારક બનશે.