કોઇ સમયે શું ભુલ થઇ છે તે બાબત યાદ રાખવાની જરૂર

359

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર આજે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કોઇ ખાસ અવધિમાં ક્યારે શું થયું અને ક્યારે ભુલો થઇ તે બાબતને હંમેશા યાદ રાખવાની હોય છે. પૂર્વ વડાપ્રધાનના આક્ષેપના જવાબમાં સીતારામને આજે આ મુજબની વાત કરી હતી. મનમોહનસિંહે ગઇકાલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદી સરકાર હંમેશા પોતાના હરીફો ઉપર દોષારોપણ કરવાના પ્રયાસ કરે છે. આના જવાબમાં નિર્મલા સીતારામને આજે વળતા પ્રહાર કર્યા હતા. મનમોહનસિંહે ગઇકાલે કહ્યું હતું કે, પોતાના શાસનમાં નબળાઈઓ હોવાની વાત ભાજપ સરકાર સ્વીકરાતી નથી. મોદી સરકાર સરકારને દરેક આર્થિક સંકટ માટે યુપીએ સરકાર ઉપર દોષ આપવાનું દેખાય છે. કારણ કે સમાધાન કાઢવા માટે પાંચ વર્ષનો સમય પુરતો હોય છે.  સીતારામન આના જવાબમાં કહ્યું હતું કે, તેઓ આક્ષેપ પ્રતિઆક્ષેપમાં પડવા માંગતા નથી. મનમોહનસિંહનું તેઓ સન્માન કરે છે પરંતુ કોઇપણ સમયે ભુલ કરેલી બાબતોને યાદ રાખવી જોઇએ. બીજી બાજુ મનમોહનસિંહના જવાબમાં આજે સીતારામને આજે ફરી એકવાર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સીતારામનની આ ટિપ્પણીને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મનમોહનસિંહે ગઇકાલે કહ્યું હતું કે, અમને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનવા માટે ૧૦થી ૧૨ ટકાના ગ્રોથ રેટ સાથે આગળ વધવાની જરૂર છે. જો કે ભાજપના શાસન કાળમાં દર વર્ષે વિકાસનો દર તો નીચે પહોચીં રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે આઇએમએફે કહ્યુ છે કે આ વર્ષે ભારતનો વિકાસ દર કેટલાક મહિના પહેલા લગાવવામાં આવેલા ૭.૩ ટકાના અંદાજ કરતા માત્ર ૬.૧ ટકા રહી જશે. દર વર્ષે નીચે જઇ રહેલા વિકાસ દરના કારણે તેઓ માને છેકે વર્ષ ૨૦૨૪ સુધી અમારી અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંકને પહોંચી શકશે નહીં. મનમોહન સિંહે આજે મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કરે ભાજપ દ્વારા વોટ મેળવી લેવા માટે કરવામાં આવેલા ડબલ એન્જિનનુ વચન સંપૂર્ણ રીતે ફ્લોપ છે. મહારાષ્ટ્ર હાલમાં ગંભીર આર્થિક સંકટ હેઠળ છે. મનમોહનસિંહે પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે સુશાસન માટેના ખુબ લોકપ્રિય ડબલ એન્ન મોડલ ફ્લોપ છે.

અમેરિકા સાથે વેપાર મતભેદો ઓછા થઇ રહ્યા છે. ટૂંક સમયમાં જ વેપાર સમજૂતિ થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.

Previous articleપીએમસી કાંડ : રેકોર્ડમાંથી ૧૦.૫ કરોડ કેશ ગાયબ છે
Next articleઅંસારીના પુત્રના આવાસથી હથિયારોનો જંગી જથ્થો જપ્ત