અંસારીના પુત્રના આવાસથી હથિયારોનો જંગી જથ્થો જપ્ત

322

ઉત્તરપ્રદેશ પોલીસે બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીના દિલ્હી સ્થિત ઘરમાંથી મોટા પાયે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. તેમના આવાસ પરથી મોટા પાયે દારૂગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ૧૨મી ઓક્ટોબરના દિવસથી અબ્બાસ અંસારીની સામે શસ્ત્ર લાયસન્સના મામલે છેતરપિંડીની એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. યુપી પોલીસે વ્યાપક દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. અંસારીના દિલ્હી સ્થિત આવાસ પરથી હથિયારો મળતા તેની ચર્ચા ચાલી રહી છે. પોલીસ વધારે તપાસ કરી રહી છે. દરોડાની કાર્યવાહીમાં લખનૌ પોલીસની સાથે દિલ્હી પોલીસની ટીમ પણ સામેલ હતી. પોલીસે ગુરૂવારના દિવસે તમામ હથિયારોનો જથ્થો લઇને લખનૌ પહોંચી હતી. જે હથિયારો જપ્ત કરવામા ંઆવ્યા છે તેમાં ઇટાલી, સ્લોવેલિયા અને ઓસ્ટ્રીયામાં બનેલવા હથિયારો સામેલ છે. આ હથિયારો ઉત્તરપ્રદેશ અને દિલ્હી બને જગ્યાએ ઉપયોગ કરવામાં આવી રહ્યા હતા.પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ૧૨મી ઓક્ટોબરના દિવસે મહાનગર કોતવાલીમાં મુખ્તતાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે અબ્બાસના લોકેશન દિલ્હીમા છે. ત્યારબાદ ટીમ દિલ્હી પહોંચી હતી. દિલ્હી પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. વધુ તપાસ કરવામાં આવ્યા બાદ પોલીસને અબ્બાસ અંસારીના વસંતકુન્જ સ્થિત ભાડાના મકાન અંગે માહિતી મળી હતી. પોલીસે સર્ચ વોરન્ટના આધાર પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. મુખ્તાર અંસારીની ગણતરી બાહુબલી નેતાઓમાં કરવામાં આવે છે. તેમની ચર્ચા હમેંશા રહે છે. સાથે સાથે વારંવાર વિવાદમાં પણ આવે છે. ઉત્તરપ્રદેશમાં બાહુબલી નેતાઓમાં મુખ્તાર અંસારને ગણવામાં આવે છે.

પોલીસ અધિકારી કલાનિધિ નેથાનીએ કહ્યું છે કે, અબ્બાસ અન્સારીની સામે શસ્ત્ર લાયસન્સના મામલામાં છેતરપિંડીની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં મુખ્તાર અન્સારીના પુત્ર પર સકંજો વધુ મજબૂત કરવામાં આવી શકે છે. અબ્બાસના લખનૌના આવાસ પર બનેલા લાયસન્સ ઉપર ડબલ બેરલ બંદૂકની ખરીદી કરવામાં આવી હતી. આ હથિયારોનો ઉપયોગ અન્યત્ર જગ્યા માટે પણ કરવામાં આવી રહ્યો હતો.

Previous articleકોઇ સમયે શું ભુલ થઇ છે તે બાબત યાદ રાખવાની જરૂર
Next articleચિદમ્બરમની અરજી સંદર્ભે સુપ્રીમમાં ચુકાદો અનામત