સ્વચ્છ ભારત, સર્જીકલ સ્ટ્રાઇકની વાત કરતાં જ કોંગ્રેસને પેટમાં દુઃખવા લાગે છે : મોદી

359

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના ગોહાનામાં શુક્રવારે ચૂંટણી સભા સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં હું તમારા આશીર્વાદ લેવા નહતો આવી શક્યો. તમે બીજેપીને બહુમતીથી જીત અપાવી. જેમને ભ્રમ હતો કે તેઓ આ રાજ્યના માલીક છે તેમનો ભ્રમ તમે ભાંગી નાખ્યો. અહીં વડાપ્રધાને ૩૭૦, સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ મામલે કોંગ્રેસને બરાબરની ઘેરી હતી.

વડાપ્રધાને આ રેલીમાં કોંગ્રેસ પર અનુચ્છેદ ૩૭૦ વિશે પણ પ્રહાર કરતા કહ્યું કે, તેમને ભારતની એકતાની ચિંતા પણ નથી અને નથી તો બંધારણની ચિંતા. જેમને મા ભારતીની ચિંતા નથી શું તેમને હરિયાણા ચિંતા હશે?

ગોહાના રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, જાહેર જીવન જીવતા લોકોને હરિયાણાએ ખૂબ મોટો સબક શીખવ્યો છે. તેમણે કહ્યું છે કે, અખાડો કુશ્તીનો હોય કે સીમા પર ઉભા રહેવાનો, હરિયાણાના નવયુવકો હંમેશા તૈયાર રહેતા હોય છે. વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારે અમે સ્વચ્છ ભારતની, સર્જીકલ સ્ટ્રાઈકની વાત કરીએ છીએ તો કોંગ્રેસના પેટમાં દુખવા લાગે છે. તો ભૂલથી પણ બાલાકોટનું માન લેવાઈ જાય તો પણ કોંગ્રેસ દર્દની મારી કણસવા લાગે છે.મોદીએ કહ્યું- કોંગ્રેસ નેતાઓએ કાશ્મીર પર જે નિવેદન આપ્યા છે તે કોને કામ આવી રહ્યા છે? કોંગ્રેસના નેતાઓ જે બોલી રહ્યા છે, તેનો ફાયદો કોણ લે છે? ક્યાં ક્યાં તેનો ઉપયોગ થાય છે? હવે કોંગ્રેસીઓે જવાબ આપવો પડશે. તમે આવું કેવી રીતે બોલી શકો છો, જે પાકિસ્તાનના લોકોને સારુ લાગે છે. જે ભારતના લોકોને ગમે તેવું બોલવાની હિંમત બતાવો જરા. કોંગ્રેસ નેતાઓના ખોટા વાયદાઓ અને તેમની ભાષાનો આજે પાકિસ્તાન ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસને દેશની એકતાની ચિંતા પણ નથી અને બાબા સાહેબના બંધારણની પણ ચિંતા નથી. આવા લોકોને સબક શીખવવો જોઈએ.

પાકિસ્તાન સાથે કોંગ્રેસની કયા પ્રકારની કેમેસ્ટ્રી છે તે ખબર પડતી નથી. આ ચૂંટણીમાં જવાબ શોધવો પડશે. હું કોંગ્રેસ નેતાઓને કહેવા માંગુ છું કે, મોદીનો જેટલો વિરોધ કરવો હોય તેટલો કરો, ખોટા આરોપો લગાવા છે, તો ખોટા આરોપો લગાવો. જ્યાં સુધી જનતાના આશીર્વાદ છે ત્યાં સુધી મોદી પર કોઈ કલંક લાગવાનું નથી. પરંતુ કમસે કમ મા ભારતીનું સન્માન કરો. વિરોધ એવો ન કરો કે જેના કારણે દેશને નુકસાન થાય. કોંગ્રેસના કુશાસનમાં હરિયાણામાં જવાન, કિસાન ખેલાડીઓ એમ કોઈનુ હિત જળવાતુ નહોતુ. ખેડૂતોના ખેતરો પર કોંગ્રેસે ભ્રષ્ટાચાર વાવીને ગોટાળાનો પાક લણ્યો છે.

 

Previous articleચિદમ્બરમની અરજી સંદર્ભે સુપ્રીમમાં ચુકાદો અનામત
Next articleમાવામાં પાવડર ભેળવીને માવો બનાવવાના કાંડનો અંતે પર્દાફાશ