રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા તેમજ કારોબારીની અગત્યની મિટીંગ મળી. જેમાં રાજુલા તાલુકા પંચાયતનું વિકાસલક્ષી બજેટ ર૦૧૮-૧૯નું ૬૩.૪૮ કરોડનું સર્વાનુમતે મંજુર તેમજ મિટીંગમાં તાલુકા સદસ્યોની રજૂઆતોની કાર્યવાહી કરાઈ હતી.
આજે રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા તેમજ કારોબારીની અગત્યની મિટીંગ તાલુકા પંચાયતના પ્રમુખ વલ્કુભાઈ બોસના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસ અધિકારી જે.એચ. મહેતા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજાભાઈ શિયાળ, કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, વી.વી. ટાંક, આંગણવાડી સીડીપીઓ નીતાબેન, એસ.પી. જોશીભાઈ, શામજી સોલંકી, એચ.કે. શિયાળ, જયદિપભાઈ મકવાણા, પુરોહિતભાઈ, બીપીનભાઈ, અશોકભાઈ, કાપડીભાઈ તથા નીતાબેન પુરોહીત આ તમામ તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ તેમજ તાલુકા પંચાયતના તમામ સદસ્યોની હાજરીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે સને ર૦૧૮-૧૯ના વર્ષ અંદાજપત્ર રૂા.૬૩.૪૮ કરોડનું વિકાસક્ષલી બજેટ આજરોજ તા.૧૬ના રોજ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. જેમાં સરકારની તમામ યોજનાઓ જેવી કે મહિલા બાળ વિકાસ યોજના, પશુપાલન, શિક્ષણ, સમાજ કલ્યાણ, જાહેર આરોગ્ય, નાની બચત યોજના, પશુપાલન, શિક્ષણ, સમાજ કલ્યાણ, જાહેર આરોગ્ય, નાની બચત યોજના, સામુહિક વિકાસ યોજના, આવાસ યોજના, સહકાર યોજના અને કુદરતી આપત્તી યોજનાઓના બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે તેમજ વિશેષ નોંધ તાલુકા પંચાયતના સદસ્ય જગુભાઈ ધાખડા દ્વારા ગ્રામ્ય લેવલે થતા વિકાસના કામો બાબતે તેમણે કરેલ પંચાયત રાજ્યમંત્રી સૌરભભાઈ પટેલને ફેક્સ દ્વારા કરેલ રજૂઆત બાબતે તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈને કરેલ રજૂઆત તે બાબતે વલ્કુભાઈએ આ બાબતની નોંધ કરી જગુભાઈ ધાખડાની માંગની કાર્યવાહી ઉપર લેવલે મોકલાઈ છે તેમજ સરકારના નિયમ મુજબ હશે તો તેમાં તાલુકા પંચાયત કારોબારીનો સંપૂર્ણપણે ટેકો જાહેર કરેલ.