રામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું

55790

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામે તા.૧૮/૧૦/૨૦૧૯ ના રોજ ભર બપોરે હીરા ઘસી મજુરી કામ કરી ઘરે પરત ફરતી વેળાએ સરા જાહેરમાં ભત્રીજાએ કાકા ઉપર તિક્ષ્ણ હથિયાર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવ અંગે બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર બરવાળા તાલુકાના રામપરા ગામે શુક્રવારના રોજ બપોરના ૧૨ઃ૧૫ વાગ્યાના સુમારે કાકાને ભત્રીજા વહુ સાથે આડા સંબંધ હોવાની શંકા જતા ભત્રીજા સંજય રમેશભાઈ ઠોળીયા રહે.રામપરા દ્વારા તિક્ષ્ણ હથિયાર છરી વડે કાકા વિક્રમભાઈ નારસંગભાઇ ઠોળીયા(ઉ.વ.૩૭) રહે.રામપરા.તા.બરવાળાને છાતીમાં,પેટના ભાગે તેમજ સાથળના ભાગે છરીના ઘા ઝીંકી લોહીથી લથબથ કરી મૂકી આરોપી ફરાર થઇ ગયો હતો લોહીથી લથબથ હાલતમાં જાહેર શેરી વિસ્તારમાં ઢળી પડેલા વિક્રમભાઈ ઠોળીયાને શેરીમાંથી પસાર થતા લોકો દ્વારા તાત્કાલીક બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પહોચતા જ હાજર ડોક્ટર દ્વારા યુવાનને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.જયારે મૃતકનું પી.એમ.બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પત્ની સુનીતાબેન વિક્રમભાઈ ઠોળીયા દ્વારા બરવાળા પોલીસ મથકમાં સંજય રમેશભાઈ ઠોળીયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સંજય રમેશભાઈ ઠોળીયા વિરુધ્ધ આ.પી.સી.કલમ ૩૦૨,૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી પોલીસે ફરાર આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.આ બનાવ અંગેની વધુ તપાસ શક્તિસિંહ ઝાલા (પી.એસ.આઈ. બરવાળા) ચલાવી રહ્યા છે.

Previous articleપેટા ચૂંટણી પૂર્વે અમિત શાહ ૩ દિનની ગુજરાત મુલાકાતે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે