રાજ્યમાં વસતાં નાગરિકોના સ્વાસ્થય અને આરોગ્યની સુખાકારી માટે સરકાર સતત સંવેદનશીલ અને ઉતરોતર લોકોનું સ્વાસ્થય સુધરે એ દિશામાં નિર્ણયો લઇ રહી છે ત્યારે સરકારના સંવેદનશીલ અભિગમની પ્રતિતી ભાવનગરના મહુવા તાલુકાના સેદરડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચાલાવતાં ગરીબ પરિવારને થઇ હતી. આ પરિવાર માટે ગુજરાત સરકાર અને ય્ફદ્ભ ઈસ્ઇૈં દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા આશિર્વાદ રૂપ સાબિત થઇ હતી.આ પરિવારની મહિલા શિલાબેન મનસુખભાઈ ઢાપાને તા.૧૫/૧૦/૧૯ મંગળવારના રોજ વહેલી સવારે પ્રસુતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો દ્વારા ૧૦૮ને જાણ કરાઇ હતી. સંદેશો મળતા જ તાત્કાલિક બગદાણા ૧૦૮ માં ફરજ બજાવતા ઇ.એમ.ટી શૈલેષ બારૈયા તથા પાયલોટ શક્તિસિંહ પળવારનો પણ વિલંબ કર્યા વિના સેદરડા આવી પહોંચ્યા હતા. શીલાબેનને પ્રસુતીની અસહ્ય પીડા થતી હોય ટીમ દ્વારા તપાસતા મલુમ પડ્યુ હતુ કે બાળકનો માથાનો અગ્રભાગ બહાર દેખાઇ રહ્યો છે જેથી પ્રસૂતિ સ્થળ પર જ કરવી પડે તેમ હતી. વધુ તપાસ અર્થે ઇ.એમ.ટી શ્રી બારૈયાએ સારવરની ફાઇલ જોઇ તો માલુમ પડ્યુ કે મહિલાને ગર્ભમા જોડિયા બાળકો છે.જેથી જરા પણ વિલંબ કર્યા વિના કે ગભરાયા વીના ઇ.એમ.ટી એ પાઇલોટ શક્તિસિંહ તથા દર્દીના સબંધીઓની મદદથી બે બાળકોમાંના પ્રથમ બાળકની પ્રસુતી કરાવી હતી.અને સક્સન મશીન દ્વારા આ બાળક ગર્ભમા પાણી પી ગયેલ તે બહાર કાઢ્યુ હતું.ભારે જહેમતથી ટીમ સારવાર કરી રહી હતી ત્યા ગર્ભમાના બીજા બાળકના પગ બહાર આવતા જાણવા મળ્યુ કે બીજુ બાળક ઉલ્ટુ છે. જેથી ઇ.એમ.ટી શ્રી બારૈયાએ તેમની ટ્રેનિંગમાં શીખવવામાં આવ્યા મુજબની ટેકનિકથી ખૂબ જ તકેદારી પૂર્વક બીજા બાળકની પણ સફળતા પુર્વક ડીલીવરી કરાવી હતી.ત્યારબાદ બંને બાળકની પલાસંટ એક હોવાથી પલાસંટની ડિલિવરી કરાવી અને ફિઝિશિયનની સલાહ પ્રમાણે ઇન્જેક્શન અને જરૂરી દવાઓ આપી સ્થળથી ૨૨ કિલોમીટર દુર આવેલ મહુવા સી.એચ.સી હોસ્પિટલમાં પ્રસુતા તથા જોડિયા બાળકોને દાખલ કરાયા. જ્યાં હાજર ડોક્ટરે માતા અને બંને જોડિયા બાળકોની તબિયત સારી હોવાનું જણાવતા ૧૦૮ ના સ્ટાફ ગણ તેમજ પરિવારજનોમાં હર્ષની લાગણી છવાઈ હતી.