સૌરાષ્ટ્ર ઝોન કક્ષા બાસ્કેટબોલ ભાઈઓની સ્પર્ધા સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ

841

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ના સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ભાવનગર મહાનગપાલિકા અમલીકરણ સમિતિ ની રાહબરી નીચે જિલ્લા રમત ગમત કચેરી,ભાવનગર શહેર સંચાલિત ખેલમહાકુંભ અંતર્ગત અંડર ૧૭ સૌરાષ્ટ્ર ઝોન કક્ષા બાસ્કેટબોલ ભાઈઓ ની સ્પર્ધા સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ નંબર  ભાવનગર શહેર ની ચેમ્પિયન ટીમ આવેલ જ્યારે દ્વિતીય નંબર પર ભાવનગર શહેર ની પસંદગી ટીમ વિજેતા થયેલ છે બંને ટીમ રાજ્ય કક્ષા ની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોન નું પ્રતિનિધિત્વ કરશે સ્પર્ધાને સફળ બનાવવા માટે ટેકનિકલ ઓફિસિયલ, વ્યવસ્થાપક,સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ નો સ્ટાફ,કચેરી સ્ટાફ જહેમત ઉઠાવેલ ખેલમહાકુંભ અંડર ૧૭ ભાઈઓ ની ફાઈનલ  મેચ માં ભાવનગર મહાનગર પાલિકા અમલીકરણ સમિતિ ના ઉપાધ્યક્ષ શ્રી અને નાયબ કમિશનર એન.ડી ગોવાની સાહેબ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ સાથે સિનિયર કોચ શ્રી દીવ્યરાજ સિહ બારિયા,હેડ કોચ્ષ્રી,પ્રકાશભાઈ પણખનીયા, પણ ઉપસ્થિત રહેલ

Previous articleભાવનગરના ઘેટી ખાતે મુકાયું ગુજરાતનું સૌપ્રથમ હેલ્થ ATM મશીન
Next articleરાણપુર પાસે આવેલ કરમડના પાટીએ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુલની મુલાકાત કરી