દિવાળીના તહેવારમાં દબાણ હટાવ કામગીરી થતા વેપારીમાં રોષ વ્યાપ્યો

1026

દવાળીનાં તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહેલા વેપારીઓને ત્યાં હવે બજારમાં ગીર્દી થતા ઘરાકી થવા લાગી છે અને બજારમાં ભીડ થવા લાગતા સ્વભાવિકજ ટ્રાફીકનો પ્રશ્ન થાય જ, ત્યારે આજે મહાનગર પાલિકાનાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની બજારોમાં ત્રાટકી લારી-ગલ્લા, બાકડા તેમજ વેપારીઓ દ્વારા દુકાનો બહાર કાઢવામાં આવેલી ટાંગણી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભાવનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગનો કાફલો આજે સવારે શહેરની મુખ્ય બજાર વોરા બજાર, પિરછલ્લા શેરી, ગોળ બજાર સહિતનાં વિસ્તારમાં પહોંચ્યો હતો અને વેપારીઓ દ્વારા પોતાની દુકાનની બહાર રાખેલ માલ સામાન તેમજ કાપડની દુકાનો વાળા સહિત વિવિધ દુકાનદારોએ દુકાન બહાર ટાંગેલો સામાન જપ્ત કર્યો હતો તેમજ રસ્તા પર ઉભેલા બાંકડા, પાથરણાવાળાઓનો માલ- સામાન પણ જપ્ત કરીને રસ્તા પરથી ટ્રાફીક હળવો કર્યો હતો. ત્યારે વેપારીઓમં ભારે કચવાટ ઉભો થવા પામ્યો હતો કારણ કે, તહેવારો પૂર્વે મંદીનો સામનો કરી રહેલા વેપારીઓને ત્યાં બજારમાં માંડ ઘરાકી શરૂ થઈ ત્યાં તો તંત્ર આવી ચડયું અને માલ સામાન જપ્ત કર્યો ત્યારે કહી શકાય કે, તેહવારોમાં વેપારીઓ અને લારી ગલ્લાવાળાને ધંધો જામ્યો હોય ત્યારેજ દબાણ હટાવ કામગીરી કેટલી યોગ્ય કહેવાય. બજારમાં કેટલાંક વેપારીઓ દિવાળી આવી અને તંત્ર પણ આવ્યું તેવી ચર્ચાઓ પણ કરતા નજરે ચડયા હતા. અને વેપારીઓએ શટર પાડીને રોષ વ્યકત કર્યો હતો.

Previous articleરાણપુર પાસે આવેલ કરમડના પાટીએ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુલની મુલાકાત કરી
Next articleપ્રિયંકા ચોપડા રિતિક રોશનની સાથે ફરી રહેશે