બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના સ્થાપક ડો.પ્રવિણ તોગડીયા એ મુલાકાત લીધી હતી.અને ત્યા હાજર ખેડુતોને અને ગુરૂકુલના સંચાલકોને ખેડુતલક્ષી તથા શિક્ષણલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના સ્થાપક
ડો.પ્રવિણ તોગડીયા એ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુલની મુલાકાતે આવતા આ સમયે ત્યા ખેડુતો હાજર રહ્યા હતા અને તેમણે કહ્યુ હતુ કે ખેડુત કેવી રીતે સધ્ધર બની શકે એ વિશે હાજર ખેડુતો ને માર્ગદર્શન આપ્યુ હતુ અને પ્રવિણ તોગડીયા એ ખેડુતો ને એક સુત્ર આપ્યુ હતુ
કુસલ હમારી.દામ તુમ્હારા નહી ચલેગા નહી ચલેગા,કુસલ હમારી.દામ ભી અમારા યહી ચલેગા યહી ચલેગા,જ્યારે શ્રીજી વિદ્યાધામ સંસ્થાના સ્થાપક પરમ પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી સાથે ડો.પ્રવિણ તોગડીયા એ શિક્ષણ ને લગતી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી અને ગુરૂકુલ ના શિક્ષક સ્ટાફ ને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે શ્રીજીવિદ્યાધામ ગુરૂકુલના સંતો પૂ.ઈશ્વરચરણ સ્વામી,ગોપાલચરણ સ્વામી તથા કૃષ્ણવલ્લભ સ્વામી એ પ્રવિણ તોગડીયા ને ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ અને સમગ્ર ગુરૂકુલ પરિવાર દ્વારા પ્રવિણ તોગડીયા ને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી…