નર્મદા પરિક્રમા ચાલીને કરવી ખુબ કઠિન છે. ત્યારે સિહોરના નાનુબાપુ કે જેઓ સિહોરના સુપ્રસિદ્ધ એવા મુકતેશ્વર મહાદેવના મહંત છે સારી એવી લોકચાહના ધરાવતા નાનુબાપુએ સંકલ્પ લીધેલ કે નર્મદા પરિક્રમા કરવી છે જે સંકલ્પ સિદ્ધ કરવા બાપુએ ટાઢ તડકો વેઠી પરિક્રમાં શરૂ કરેલ જે આજરોજ પુર્ણ કરી આજરોજ સિહોર ખાતે પરત ફરતા તેનું ભવ્ય ઢોલ નગારાના તાલ તથા હોરતોરા સાથે સ્વાગત કરવા સિહોર સેવકનો વિશાળ સમુદાય વડલાચોક ખાતે ઉપસ્થિત રહેલ ત્યારે નાનુબાપુએ પ્રથમ વડલાચોક ખાતે બિરાજમાન માં ખોડિયારના દર્શન કરેલ બાદ તેઓ મુકતેશ્વર મહાદેવ ખાતે મહાદેવના દર્શન કરી ભકત સમુદાય સાથે યાત્રા સંબંધિત વાર્તાલાપ કરી યાત્રામાં થયેલ ચમત્કારો તથા દુર્લભ દૃશનો અને દુર્લભ સ્થળો વિશે ભકતોને જણાવેલ હતાં.