છેલ્લા કેટલાક દિવસોથી મિડિયા અને સોશિયલ મિડિયા પર છવાયેલી પ્રિયંકા ચોપડા રિતિક રોશન સાથે કૃષ-૪ ફિલ્મમાં કામ કરવા માટે સહમત થઇ ગઇ છે. તેની પાસે આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તે સ્વીકારી લઇને તમામને ચોંકાવી ચુકી છે. હાલમાં પ્રિયંકા ચોપડાએ બોલિવુડના સૌથી મોટા સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તેની જગ્યાએ ભારત નામની ફિલ્મમાં કેટરીના કેફને લેવામાં આવી હતી. તેની પસંદગી ભારત ફિલ્મ માટે કરવામાં આવી હતી. તેને નાણાં પણ આપવામાં આવ્યા હતા. જો કે તે છેલ્લી ઘડીએ ફિલ્મમાંથી નિકળી ગઇ હતી. તે લીડ અને મોટા રોલ કરવાની ઇચ્છા ધરાવે છે. ભારત છોડી ચુકેલી પ્રિયંકા સામાન્ય રીતે હવે હોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં નિક જોનસની સાથે લગ્ન કર્યાબાદ પણ તે વિશ્વભરમાં ચર્ચામાં રહી છે. નિક જોન્સન સાથે તેના ફોટા સતત પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. લગ્નના પ્રસંગે પણ તે ચર્ચામાં રહી હતી.લગ્નના ફોટા જારી કરવામાં આવ્યા હતા.